બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / President approves OBC research bill

જ્ઞાતિગત ગણિત / ગુજરાતની OBC કેટેગરીમાં પાટીદારોને સમાવવા માટે જાણો કેટલા પડકાર

Shyam

Last Updated: 10:03 PM, 20 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં સરકારને OBC કેટેગરીની કમાન તો મળી છે પરંતુ પાટીદાર સહિત અન્ય સમાજોએ ઓબીસીમાં સામેલ થવા સાબીત કરવું પડશે કે, તેઓ સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત છે

  • OBC સંશોધન બિલને રાષ્ટ્રપતિની લીલીઝંડી
  • ગુજરાતમાં પણ સરકારને જ્ઞાતિને સમાવવાનો મળ્યો અધિકાર
  • પાટીદાર સહિતના સમાજને OBCમાં એન્ટ્રી માટે અનેક પડકાર

OBC સંશોધન બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરૂવારે લીલીઝંડી આપી દીધી છે. આ બિલ કાયદાનું રૂપ લઈ ચુક્યુ છે. ચોમાસુ સત્ર દરમિયાન અંતિમ સમયમાં ઓબીસી સંશોધન બિલને પહેલા લોકસભા અને બાદમાં રાજ્યસભામાં પાસ કરાવામાં આવ્યુ હતું. આ બિલને પક્ષ અને વિપક્ષ, બંનેએ સમર્થન આપ્યુ હતું. બિલ હવે કાયદો બન્યા બાદ રાજ્ય ખુદ પોતાનું ઓબીસી લિસ્ટ બનાવી શકશે. આ બીલને લઈને હવે ગુજરાત પણ પોતાની રીતે ઓબીસીમાં અન્ય જાતીઓને સમાવી શકશે પરંતુ આ નવી જાતીઓને સમાવવા માટે અનેક કઠીનાઈનો સામનો તમામ રાજ્યોએ કરવો પડશે.

ભારત સરકારે હવે રાજયોમાં ઓબીસી લીસ્ટ બનાવવાની સત્તા આપી છે ત્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 1973માં બક્ષીપંચની રચના થઈ હતી અને ક્રમશ  અલગ અલગ પંચે અલગ અલગ જ્ઞાતિને ઓબીસીનો દરજ્જો આપ્યો અને અત્યારે 146 સમુદાયો ઓબીસી લિસ્ટમાં છે અને ખાસ કરીને ગુજરાતની વસ્તીના 48 ટકા લોકો ઓબીસી દરજ્જો ધરાવે છે ત્યારે કેન્દ્ર સરકારે હવે રાજયોને ઓબીસી લિસ્ટ બનાવવાનો દરજ્જો આપ્યો છે ત્યારે દરેક રાજયો નવી જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવી શકશે પરંતુ મહત્વનું છે કે તેના માટે રાજય સરાકારે અનેક પાસાઓનો અભ્યાસ કરવો પડશે.

ગુજરાતમાં 2015માં પાટીદાર આંદોલન થયું હતું અને તેઓની માંગ હતી કે પાટીદારોને પણ ઓબીસી દરજ્જો આપવામાં આવે અને ત્યારબાદ અન્ય સમાજોએ પણ ઓબીસીમાં દરજ્જો લેવા માટે નામ નોંધાવ્યું છે. પરંતુ ઓબીસીનો મતલબ સમાજીક અને શૈક્ષણીક રીતે પછાત છે. તેવું સાબીત થાય છે પરંતુ પાટીદાર સહિત અન્ય સમાજોએ ઓબીસીમાં સામેલ થવા સાબીત કરવું પડશે કે, તેઓ સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત છે. મહત્વનું છે કે રાજય સરકાર પણ જો વસ્તી ગણતરી વખતે સામાજીક રીતે જ્ઞાતિ આધારિત ગણતરી કરે તો ખ્યાલ આવી જાય કે કયા સમાજની સ્થિતિ શું છે અને ખરેખર ઓબીસીની કોને જરુર છે

મહત્વનું છે કે મોદી સરકારનો આ નિર્ણય ચૂંટણીલક્ષી છે. આગામી સમયમાં જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે ત્યાં મોટું ફૅક્ટર છે. એજ કારણ છે કે નરેન્દ્ર મોદીની કૅબિનેટમાં થયેલા ફેરફારોમાં મોટી સંખ્યામાં પછાત જ્ઞાતિના મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. તેઓ એવું સાબિત કરવા માગે છે કે તેઓ પછાત જ્ઞાતિઓ માટે મસીહા છે. કેટલાક અનુભવિઓનું કહેવુ છે કે ગુજરાતમાં આનાથી જ્ઞાતિગત ટકરાવ પણ ઊભો થશે.

ચોમાસુ સત્રમાં બિલ થયું પાસ

આપને જણાવી દઈએ કે, ચોમાસુ સત્ર દરમિયાન અંતિમ સમયમાં OBC સંશોધન બિલને પહેલા લોકસભા અને બાદમાં રાજ્યસભામાં પાસ કરાવામાં આવ્યુ હતું. આ બિલને પક્ષ અને વિપક્ષ, બંનેએ સમર્થન આપ્યુ હતું. રાજ્યસભામાં બિલના સમર્થનમાં 187 વોટ પડ્યા હતા, જ્યારે લોકસભામાં 10 ઓગસ્ટના રોજ પાસ થયું હતું. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી વિરેન્દ્ર કુમારે આ બિલને સદનમાં રજૂ કર્યુ હતુ જેના પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યુ હતું કે, આ સંવિધાન સંશોધન રાજ્યોને OBC યાદી તૈયાર કરવાનો અધિકાર આપશે. લોકસભામાં આ બિલના સમર્થનમાં 385 વોટ પડ્યા હતા અને વિરોધમાં એક પણ વોટ પડ્યો નહોતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ