બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / 'Pralay' surface to surface ballistic missile successfully testfired

પરીક્ષણ / DRDOએ પ્રલય બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું , જાણો કેટલા કિમી દૂરથી ટાર્ગેટ હિટ કરી શકે છે

ParthB

Last Updated: 02:58 PM, 22 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

DRDOએ બુધવારે  જમીનથી જમીન પર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઈલ પ્રલયનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.

  • Pralay Ballistic missile મિસાઇલનું સફળ પરીક્ષણ 
  • ઓડિશાનાં ડૉ એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી છોડવામાં આવી હતી
  • 150 થી 500 કિમીની મારક્ ક્ષમતા ધરાવે છે પ્રલય મિસાઇલ

ચીન અને પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત પણ સૈન્ય ક્ષમતામાં વધારો કરી રહ્યું છે.

બુધવારે ભારતે સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઈલ પ્રલયનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલ 150 કિમીથી 500 કિમીની વચ્ચેના લક્ષ્યને નિશાન બનાવી શકે છે. આ મિસાઈલ ઓડિશાના દરિયા કિનારે આવેલા ડૉ એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી છોડવામાં આવી હતી. આ મિસાઈલ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા વિકસાવવામાં આવી છે. આ મિસાઈલ એક ટન સુધીના વોરહેડ લઈ જઈ શકે છે. મહત્વનું છે કે, આ પહેલા ભારતે શનિવારે પરમાણુ શસ્ત્રો લઈ જવામાં સક્ષમ મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ પ્રાઇમનું સફળ પરીક્ષણ કર્યું હતું. બે હજાર કિલોમીટરની રેન્જને મારવામાં સક્ષમ આ નેક્સ્ટ જનરેશન મિસાઈલનું ઓડિશાના બાલાસોરમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ પણ ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ વિકસાવી છે.

DRDOએ આ મિસાઈલમાં અગ્નિ-5ની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે

ભલે તેની રેન્જ ઓછી હોય, પરંતુ તેમાં અગ્નિ-5ની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે તે દુશ્મનની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને ચકમો આપવામાં પણ સફળ થઈ શકે છે. ભારતે આ મિસાઈલ પાકિસ્તાનની શોર્ટ રેન્જ ન્યુક્લિયર મિસાઈલો સામે તૈયાર કરી છે.આ મહિનાની શરૂઆતમાં ભારતે બે મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું.8 ડિસેમ્બરના રોજ, ભારતે સુખોઈ ફાઈટર એરક્રાફ્ટમાંથી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસના એર વર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. મિસાઈલનું ઓડિશામાં ચાંદીપુર ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને તેને બ્રહ્મોસ ડેવલપમેન્ટમાં મોટી સફળતા ગણાવી છે અને કહ્યું છે કે તે દેશની અંદર બ્રહ્મોસ મિસાઈલના એર વર્ઝનના પ્રોડક્શન સિસ્ટમનો રસ્તો સાફ કરશે.

7 ડિસેમ્બરે ભારતે ટૂંકી અંતરની મિસાઈલ (VL-SRSAM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.

આ એર ડિફેન્સ સિસ્ટમ માત્ર 15 કિમીના અંતરે જ લક્ષ્યને હિટ કરી શકે છે.ડીઆરડીઓ દ્વારા તેને નેવીના યુદ્ધ જહાજો માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ મિસાઈલ નૌકાદળના યુદ્ધ જહાજો માટે હવામાંથી આવતા ખતરાને આકાશમાં જ નષ્ટ કરશે. આ મિસાઈલ જૂની બરાક-1 સરફેસ ટુ એર મિસાઈલને રિપ્લેસ કરશે અને હવાના જોખમોથી 360-ડિગ્રી સુરક્ષા પ્રદાન કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ