poor performance of team india against 2nd odi against south africa kohli bhuvi and shreyas flop show
ભૂંડા હાલ /
ઢંગધડા વગરની બેટિંગ અને અત્યંત કંગાળ બોલિંગ, ધાર્યું ન્હોતું એ ખેલાડી ચાલ્યો પણ ધુરંધરોનો ધબડકો
Team VTV11:47 AM, 22 Jan 22
| Updated: 01:15 PM, 22 Jan 22
ટીમ ઈન્ડિયાનો સતત બીજી વન ડે મેચમાં પરાજય થયો હતો. ધુરંધરો મોટાપાયે ફેલ થયા હતા અને જેમની પાસેથી ટીમને અપેક્ષા ઓછી હોય એવા શાર્દૂલ જેવા ખેલાડીઓ સફળ થયા હતા.
સતત બીજી વનડેમાં ટીમ ઇન્ડિયાનો પરાજય
ધુરંધર ખેલાડીઓ સતત નિષ્ફળ
ખેલાડીઓના પ્રદર્શનથી ચાહકો ભારે નિરાશ
ટીમ ઈન્ડિયા (Team India) એ દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચોની વનડે સિરીઝના બીજા મુકાબલામાં 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે ભારતીય ટીમે વનડે બાદ ટેસ્ટ સિરીઝ પણ ગુમાવી દીધી છે. મહત્વનું છે કે ભારતને પ્રથમ વનડેમાં આફ્રિકાએ 31 રનથી પરાજય આપ્યો હતો. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓનું પ્રદર્શન ખરાબ રહ્યું.
Shreyas Iyer અને Virat Kohli નો ફ્લોપ શો
શ્રેયસ અય્યર બંને વનડેમાં ફ્લોપ રહ્યો હતો અને તેને ટીમમાં સામેલ કરવાના કેએલ રાહુલના નિર્ણયને ખોટો સાબિત કર્યો છે. પ્રથમ વનડેમાં જ્યારે ટીમ લક્ષ્યનો પીછો કરી રહી હતી તો અય્યર પાસે આશા હતી કે કોહલી અને ધવને આપેલી સારી શરૂઆતને આગળ ધપાવે, પરંતુ તે માત્ર 17 રન બનાવી આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ મેચ ગુમાવી હતી. કોહલીએ પ્રથમ મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું પણ બીજી મેચમાં કેશવ મહારાજની સ્પિન બોલિંગમાં શૂન્યરનના સ્કોર પર કેચ આઉટ થયો હતો.
બોલરોનું નિરાશાજનક પ્રદર્શન
ભુવનેશ્વર કુમાર એક સમયે ટીમ ઇન્ડિયાનો સ્વિંગ કિંગ કહેવાતો હતો પણ આ બંને મેચમાં તેનું પ્રદર્શન સરેરાશથી પણ ખરાબ રહ્યું હતું. ભૂવનેશ્વર એટલી ખરાબ બોલિંગ કરી હતી કે તેની પાસે રાહુલે 10 ઓવર્સ પણ પૂરી કરાવી શકાય એમ નહોતી.
સામે એવું લાગતું હતું કે સ્પિનર્સ ટીમ ઈન્ડિયાને જિતાડશે અને એજ કારણે રાહુલે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હશે પણ એકંદરે સ્પિનર્સ પણ નિષ્ફળ રહ્યા હતા.
લોર્ડ શાર્દૂલ ચાલ્યા
સૌથી સંતોષજનક પ્રદર્શન જો કે શાર્દૂલ ઠાકુરનું રહ્યું હતું. તેણે બોલ અને બેટથી બંનેથી કમાલ કરી બતાવ્યો હતો. શાર્દુલ ઠાકુકે અણનમ 40 રન પણ બનાવ્યા હતા અને ભારતને સન્માનજનક્ સ્કોર સુધી પહોંચાડ્યું હતું ઉપરાંત સૌથી વધારે બે વિકેટ પણ ઝડપી હતી. તેણે સૌથી વધારે રન કરનારી ઓપનિંગ પાર્ટનરશિપ પણ તોડી હતી.
પંતની મહેનત પર પાણી ફર્યું
સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતે 287 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ રન રિષભ પંતે બનાવ્યા હતા. પંતે 71 બોલમાં 85 રનની ઈનિંગ રમી હતી, જેમાં 10 ચોગ્ગા અને 2 સિક્સ સામેલ છે. આ સિવાય કેપ્ટન રાહુલે 55 રનનું યોગદાન આપ્યું હતું. વિરાટ કોહલી શૂન્ય પર આઉટ થયો હતો. શિખર ધવન 29 રન બનાવી આઉટ થયો હતો. અય્યરે 11 અને વેંકટેશ અય્યરે 22 રન બનાવ્યા હતા. અંતમાં શાર્દુલ ઠાકુકે અણનમ 40 અને અશ્વિને 25 રન બનાવ્યા હતા.