બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / political donations to parties bjp congress association for democratic reforms report

ADR રિપોર્ટ / રાજકીય પાર્ટીઓને બખ્ખાં: કોર્પોરેટ જગતમાંથી પાર્ટીઓ પર થયો રૂપિયાનો વરસાદ, સૌથી વધારે આ પાર્ટીને મળ્યું ફંડ

Pravin

Last Updated: 11:36 AM, 5 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકીય પાર્ટીઓને દર વર્ષે કોર્પોરેટ જગતમાંથી કરોડો રૂપિયાનું ડોનેશન મળે છે. તમામ નામી અનામી કંપનીઓ વિવિધ પાર્ટીઓને પોલિટિકલ ડોનેશન આપે છે.

  • કોર્પોરેટ જગતમાંથી પાર્ટીઓને મળ્યું અધધ ફંડ
  • કોર્પોરેટર જગતમાં ભારતી સમૂહ સૌથી આગળ
  • સૌથી વધારે ફંડ લેવામાં ભાજપ આગળ 

 

રાજકીય પાર્ટીઓને દર વર્ષે કોર્પોરેટ જગતમાંથી કરોડો રૂપિયાનું ડોનેશન મળે છે. તમામ નામી અનામી કંપનીઓ વિવિધ પાર્ટીઓને પોલિટિકલ ડોનેશન આપે છે. ડોનેશન આપનારી કોર્પોરેટ્સમાં અમુક અજાણ્યા નામો પણ સામેલ છે. રાજકીય પારદર્શિતા માટે કામ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેકિટ રિફોર્મ્સ (ADR)એ હાલમાં પોતાના રિપોર્ટ્સમાં પોલિટિકલ ડોનેશન આપતી કંપનીઓના નામ સામે લાવ્યા છે. નાણાકીય વર્ષ 2019-20ની વાત કરીએ તો, રાજકીય પાર્ટીઓને ડોનેશન આપનારી અગ્રણી કંપનીઓમાં ભારતી સમૂહ અને આઈટીસી જેવા મોટા નામો પણ સામેલ છે. 

પાર્ટીઓને ડોનેશન આપવામાં ભારતી સમૂહ સતત આગળ

એડીઆરના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ભારતી એન્ટરપ્રાઈઝના સપોર્ટેડ પ્રુડેંટ ઈલેક્ટ્રોરલ ટ્રસ્ટ ડોનેશન આપવામાં સૌથી આગળ છે. તેમાં 2019-20માં રાજકીય પાર્ટીઓને 247.75 કરોડ રૂપિયાનું ડોનેશન આપવામાં આવ્યું છે. આ ટ્રસ્ટ 2016-17 અને 2017-18માં ડોનેશન આપવામાં સૌથી આગળ છે. આ બંને વર્ષમાં ટ્રસ્ટે 429.42 કરોડ રૂપિયા ડોનેશન ફક્ત ભાજપ અને કોંગ્રેસને જ આપ્યું છે. ત્યારે તેને સત્ય ઈલેક્ટ્રોરલ ટ્રસ્ટ તરીકે ઓળખાકું હતું. 2019-20માં પણ આ ટ્રસ્ટે મુખ્ય રીતે ભાજપ અને કોંગ્રેસને ડોનેશન આપ્યું હતું. આ દરમિયાન પ્રુડેંટ ઈલેક્ટ્રોરલ ટ્રસ્ટે ભાજપને 216.75 કરોડ રૂપિયા અને કોંગ્રેસને 31 કરોડ રૂપિયા મળ્યા હતા.

આ કંપનીઓ પણ રહી ટોપ પોલિટિકલ ડોનર

નાણાકીય વર્ષ 2019-20માં ડોનેશન આપવામાં ટોપમાં રહેલી કોર્પોરેટ્સમાં આઈટીસી લિમિટેડ, જનકલ્યાણ ઈલેક્ટ્રોરલ ટ્રસ્ટ, બીઝી શિર્કે કંસ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટે઼ડ અને પંચશીલ કોર્પોરેટ પાર્ક પ્રાઈવેટ લિમિટેડનું નામ સામેલ છે. નાણાકીય વર્ષ 2019-20માં ભલે ભારતી એન્ટરપ્રાઈઝીસના સપોર્ટેડ પ્રુડેંટ ઈલેક્ટોરલ ટ્રસ્ટ ડોનેસન આપવામાં સૌથી આગળ રહ્યું, પણ તેને ઠીક પહેલા એટલે કે નાણાકીય વર્ષ 2018-19માં તે બીજા નંબર પર રહી હતી. ત્યાર ેટાટા સપોર્ટેડ પ્રોગેસિવ ઈલેક્ટ્રોરલ ટ્રસ્ટે સૌથી વધારે ડોનેશન આપ્યું હતું.

એકલા ભાજપને જ મળ્યા 78 ટકા રૂપિયા

કોઈ પણ પાર્ટીને 20 હજારથી વધારે ડોનેશન લેવા પર નામ, સરનામા અને પાન નંબરની જાણકારી આપવી પડી છે. તેમાં ઓછા ડોનેશન અજાણ્યા રહીને પણ કરી શકાય છે. બાદમાં પાર્ટીઓ ચૂંટણી પંચને જણાવે છે કે, તેમને કેટલુ ફંડ મળ્યું છે. એડીઆરના રિપોર્ટ અનુસાર ડોનેશન મેળવવાના મામલામાં કેન્દ્રમાં સરકાર ચલાવી રહેલી ભાજપને સૌથી વધારે મળ્યા છે. નાણાકીય વર્ષ 2019-20માં ટોપ 5 પાર્ટીઓને મળીને કુલ 921.95 કરોડ રૂપિયા કોર્પોરેટ જગતમાંથી મળ્યા અને તેમાં 720.40 કરોડ રૂપિયા ખાલી એકલા ભાજપને જ મળ્યા છે. 

આ પાર્ટીઓને પણ મળ્યું ડોનેશન

ભાજપ ઉપરાંત ડોનેશન મેળવનારી પાર્ટીઓમાં કોંગ્રેસ, એનસીપીસ, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી અને ટીએમસીના નામ પણ સામેલ છે. આ વખત ભાકપાને રાતાપાઈ પણ મળી નથી. કોંગ્રેસને 133.04 કરોડ રૂપિયા, એનસીપીને 57.08 કરોડ રૂપિયા મળ્યા છે. માકપાને મ્યૂચ્યુઅલ ફંડમાંથી 2.65 કરોડ રૂપિયા, કલ્યાણ જવેલર્સમાંથી 1.12 કરોડ અને નવયુગ એન્જીનિયરીંગમાંથી 0.5 કરોડ રૂપિયા મળ્યા છે. ટીએમસીને ન્યૂ ડેમોરક્રેટિક ઈલેક્ટ્રોરલ ટ્ર્સટ, ટેક્સમેક્રો ઈંફ્રાસ્ટ્રક્ચર હોલ્ડીંગ લિમિટેડ અને ટેક્સમેક્રો રેલ એન્ડ એન્જીનિયરીંગ લિમિટેડમાંથી ડોનેશન મળ્યું છે. આવી જ રીતે એનસીપીને બીઝી શિર્કે કંસ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ, પંચશીલ કોર્પોરેટ પાર્ક પ્રાઈવેટ લિમિટેડ અને મોર્ડન રોડ મેકર્સ પ્રાઈવેટ લિમિટેડમાંથી ડોનેશન મળ્યું છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ