અરવલ્લી / 31 ડિસેમ્બરને લઈને રાજસ્થાન-ગુજરાતની બોર્ડર પર પોલીસ તૈનાત

રાજ્યભરમાં 31 ડિસેમ્બરે પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે. 31 ડિસેમ્બર પહેલા રાજ્યની તમામ બોર્ડર પર તપાસ કરવામાં આવી રહી છે. રાજસ્થાનથી ગુજરાતમાં નશીલા પદાર્થો લાવવામાં જેને રોકવા માટે પોલીસ સતર્ક થઈ છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં આવતી તમામ બોર્ડર પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ તમામ બોર્ડર પર વિવિધ ટીમ બનાવીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં બોર્ડર પર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિ અથવા વાહનને ચેકિંગ કર્યા વગર જવા દેવામાં આવતા નથી..

Loading...
બ્રેકિંગ ન્યૂઝ