બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / PMO asks to read files passed by retired IAS officers for PM

ગાંધીનગર Gossip / PMOએ નિવૃત IAS અધિકારીઓએ પાસ કરેલી ફાઈલો PM માટે વાંચવા મંગાવી?

Intern

Last Updated: 04:01 PM, 16 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યસભાની ચૂંટણીનો દોર બરોબરનો જામ્યો છે. ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો તોડી રહ્યું છે. ત્યારે જ સચિવાલયનાં અધિકારીઓમાં એક વાતે જોર પકડ્યું છે. કે PMOએ ગુજરાતના નિવૃત IAS અધિકારીઓએ પાસ કરેલી ફાઈલો કેમ મંગાવી, PM મોદી શું કરવાના છે આ ફાઈલોનું. જો કે વાત તો એવી છે કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમુક IAS અધિકારીઓ તેમના માનીતા હતા. નરેન્દ્રભાઈ તેમના કેટલાય નિર્ણયોને આ નિશ્ચિત અધિકારીઓના કહેવા પ્રમાણે પણ લેતાં હતાં.

સૂત્રો અનુસાર આ IAS અધિકારીઓ જ્યારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યાર બાદ પોતાની કેટલીય અંગત ફાઈલો ક્લિયર કરવામાં વ્યસ્ત થઈ ગયા. કહેવાય છે કે હાલની સરકારમાં અધિકારીઓને સ્વતંત્રતા જ મળી ગઈ હોય તેમ કામ કરતાં હોય છે. અમુક અધિકારીઓ થોડા સમય બાદ નિવૃત થયાં અર્થાત્ આજથી 1-2 વર્ષના સમયગાળા પહેલાં. હવે આજના દિવસે અચનાક PMOએ જે તે વખતના અધિકારીઓએ પાસ કરેલી ફાઈલો મંગાવતા સનદી અધિકારીઓમાં ડર ફેલાયો છે.

અધિકારીઓએ  ઘણી એવી ફાઈલ પાસ કરી છે કે, જેનાથી PM મોદી નારાજ થયા છે. PMOને જાણ થઈ છે કે, આ અધિકારીઓએ તેમની પર્સનલ ફાઈલો પાસ કરી છે તેવા અહેવાલો મળી રહ્યાં છે. જેથી PMOએ એ દરેક ફાઈલ મંગાવી છે. સૂત્રો તો કહે છે કે, PM મોદી એ બધી ફાઈલો વાંચશે. આવનારા સમયમાં જો તેમને લાગશે તો જે-તે ઍક્શન પણ લઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Gossip IAS PMNarendraModi PMO અધિકારીઓ ગાંધીનગર Gossip નરેન્દ્ર મોદી Gandhinagar Gossip
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ