બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / Politics / pm narendra modi wrote emotional blog on mother heeraben 100th birthday

બ્લોગ / બીજાના ઘરમાં વાસણ ઘસવા જવું પડતું.... મા હીરાબા માટે PM મોદીનો ખાસ બ્લૉગ, વાંચીને થઈ જશો ઈમોશનલ

Pravin

Last Updated: 02:08 PM, 18 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીની માતા હીરાબેન આજે 18 જૂનના રોજ પોતાના 100માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આ અવસરે પીએમ મોદી પણ ગાંધીનગર પહોંચ્યા હતા.

  • પીએમ મોદીની માતાનો આજે જન્મદિવસ
  • શતાબ્દી વર્ષમાં હીરાબાએ પ્રવેશ કર્યો
  • પીએમ મોદીએ ગાંધીનગરમાં આવી મુલાકાત કરી

પ્રધાનમંત્રી મોદીની માતા હીરાબેન આજે 18 જૂનના રોજ પોતાના 100માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. આ અવસરે પીએમ મોદી પણ ગાંધીનગર પહોંચ્યા હતા. તેમણે પોતાની માતાના ચરણ સ્પર્શ કર્યા અને પગ ધોયા હતા, આ પાણીને તેમણે ચરણામૃત સમજી આંખોએ લગાવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીની માતાને જન્મદિવસ પર મળવા પહોંચેલા દિકરાને મોં મીઠુ કરાવ્યું અને આશીર્વાદ પણ લીધા હતા. પીએમ મોદીએ પોતાની માતાને જન્મદિવસ પર એક ખાલ બ્લોગ લખ્યો હતો. આ બ્લોગમાં તેણે માતા સાથે જોડાયેલી બાળપણની યાદોને શેર કરી હતી. 

PM મોદી લખે છે કે, મારી માતા હીરાબા આજે 18 જૂનના રોજ સોમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. એટલે કે, તેમનું શતાબ્દી વર્ષ પ્રારંભ થઈ ચુક્યુ છું. પિતાજી આજે હોત, ગત અઠવાડીયે તેમના પણ 100 વર્ષ થયા હોત. એટલે કે, 2022 એક એવું વર્ષ છે, જ્યારે મારી માતાનો જન્મશતાબ્દી વર્ષ પ્રારંભ થઈ રહ્યું છે અને આ જ વર્ષમાં મારા પિતાનું જન્મશતાબ્દી વર્ષ પૂર્ણ થયું છે.

મારી માતાનો જન્મ મહેસાણા જિલ્લાના વિસનગરમાં થયો હતો. વડનગરથી તે ખાસ દૂર નથી, મારી માતાને એટલે કે, મારી નાનીનો પ્રેમ નસીબમાં નહોતો. એક શતાબ્દી પહેલા આવેલી વૈશ્વિક મહામારીનો પ્રભાવત ત્યારે ઘણા બધા વર્ષો સુધી રહ્યો હતો. તે મહામારીએ મારી નાનીને મારી માતા પાસેથી છીનવી લીધી. મા ત્યારે નાની એવા હતા. તેમણે મારી નાનીનો ચહેરો, તેમનો ખોળો કંઈ યાદ નથી, જરાં વિચારો, મારી માતાનું બાળપણ તેમની માતા વગર કેવી રીતે વિત્યું હશે, તે પોતાની માતા પાસે જીદ ન કરી, તેમના ખોળામાં માથુ છુપાવી શક્યા નહીં, માતાને અક્ષરજ્ઞાન પણ ન થયું. તેમણે સ્કૂલનો દરવાજો પણ નથી જોયો, તેમણે જોયું છે તો ઘરમાં ફક્ત ગરીબી અને ચારેતરફ અભાવ.

બાળપણનો સંઘર્ષોએ મારી માતાને ઉંમર કરતા ખૂબ વહેલા મોટી કરી દીધી, તે પરિવારમાં સૌથી મોટા હતા અને જ્યારે લગ્ન થયા ત્યારે સૌથી મોટી વહુ બન્યા, નાનપણમાં જેવી રીતે ઘરમાં સૌની ચિંતા કરતા, સૌનું ધ્યાન રાખતા, બધા જ કામની જવાબદારી ઉઠાવી લેતા, તેવી જ જવાબદારી સાસરિયામાં પણ ઉઠાવી, આ જવાબદારીઓની વચ્ચે, આ મુશ્કેલીઓની વચ્ચે, મા હંમેશા શાંત મનથી, દરેક સ્થિતિમાં પરિવારને સંભાળી રાખતી.

વડનગરના જે ઘરમાં અમે લોકો રહેતા હતા, તે ખૂબ નાના હતા, તે ઘરમાં કોઈ બારી નહોતી. કોઈ બાથરૂમ નહોતા, કોઈ શૌચાલય નહોતા. કુલ મળીને માટીની દિવાલો અને નળીયાની છતથી બનેલા એક દોઢ રૂમનો ઢાંચો એજ અમારુ ઘર હતું. તે ઘરમાં માતા-પિતા અને અમે ભાઈ બહેન રહ્યા કરતા હતા. 

તે નાના એવા ઘરમાં માતાને ખાવાનું બનાવામાં સરળતા રહે એટલા માટે પિતાજીએ ઘરમાં વાંસ અને લાકડાની પાટોથી બેસમેંટ જેવું બનાવી દીધું. તેમાં જ ઘરની રસોઈ થતી. મા તેના પર ચડીને ખાવાનુ બનાવતી, અમે લોકો પણ તેના પર બેસીને ખાવાનું ખાતા.

ઘર ચલાવવા માટે બે ચાર પૈસા વધારે મળી જાય, તેના માટે માતા બીજાના ઘરોમાં વાસણ ધોવા જતી, સમય કાઢીને ચરખો પણ ચલાવતા, કારણ કે તેનાથી થોડા પૈસા આવી જતાં. કપાસ વિણવાનું કામ, ઉનમાંથી દોરા બનાવાનું કામ, આ બધું તેઓ જાતે જ કરતા, તેમને હંમેશા ડર રહેતો કે, કપાસ વિણવામાં ક્યાંક તેના અણી વાગી ન જાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ