ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / pm narendra modi talks about kutch earthquake

ભાવુક / ભૂકંપનો સમય યાદ કરી ઈમોશનલ થયા PM મોદી, કહ્યું હું CM નહોતો પણ કચ્છ આવ્યો હતો

Published By: Jaydeep Shah

Last Updated: 03:12 PM, 28 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં 2001માં આવેલા ભૂકંપની વાત કરતા કહ્યું કે તેઓ ત્યારે માત્ર એક નાનકડા કાર્યકર્તા હતા.

ADVERTISEMENT

  • PM મોદીએ કરી કચ્છનાં 2001માં આવેલા ભૂકંપની વાત 
  • PMનરેન્દ્ર મોદી જણાવે છે કે તેઓ તે દિવસે દિલ્હીમાં હતા 
  • પ્રધાનમંત્રીએ કહ્યું ત્યારે તો હું માત્ર એક નાનો કાર્યકર્તા હતો 

PM મોદીએ કરી કચ્છનાં 2001માં આવેલા ભૂકંપની વાત 

 ​​​​​​પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગળગળા થઈને 2001માં કચ્છમાં આવેલા ભૂકંપ વિશે વાત કરતા કહ્યું કે મને યાદ છે ૨૬ જાન્યુઆરીનો એ દિવસ, જ્યારે હું દિલ્હીમાં હતો. ભૂકંપનો અહેસાસ મને દિલ્હીમાં પણ થયો હતો. થોડા જ કલાકોમાં હું દિલ્હીથી અમદાવાદ પહોંચ્યો અને બીજા દિવસે હું કચ્છ પહોંચી ગયો, ત્યારે હું મુખ્યમંત્રી ન હતો પણ એક સાધારણ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા હતો. મને નહોતી ખબર કે હું કેમ અને કેટલા લોકોની મદદ કરી શકીશ પણ મેં નક્કી કર્યું કે હું આ દુઃખની ઘડીમાં તમારા સૌની વચ્ચે રહીશ અને જે પણ શક્ય હશે, હું તમારા દુઃખમાં ભાગીદાર બનવાનો પ્રયાસ કરીશ. 

પ્રધાનમંત્રીનું સંબોધન 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં આયોજિત કાર્યક્રમમાં પોતાના ઉદ્બોધનની શરૂઆત કચ્છી ભાષાથી કરી હતી, તેમણે જણાવ્યું હતું કે, આજે મન ખૂબ જ સારી ભાવનાઓથી ભરેલું છે. ભૂજિયા ડુંગરમાં સ્મૃતિવન મેમોરિયલ અને અંજારમાં સ્મારકનું લોકાર્પણ કચ્છની અને ગુજરાતની સમગ્ર દેશની વેદનાનું પ્રતિક છે. તેના નિર્માણમાં માત્ર પસીનો જ નહીં પરંતુ કેટલાય પરિવારના આંસુઓ જોડાયેલા છે. 

કચ્છમાં CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન 

ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આજે કચ્છમાં સ્મૃતિ અને સમૃદ્ધિનો દિવસ છે. 4700 કરોડના કામો આજે ગુજરાતમાં થવાના છે. સાથે જ તેમણે જણાવ્યું કે, 

વતનમાં વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવ્યા છે ત્યારે આજે ભુજમાં મોટી સંખ્યામાં લોકોએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આજે ભુજ માટે ખાસ દિવસ છે કારણ કે 2001માં આવેલ ભયાનક ભૂકંપની સ્મૃતિ આજે ફરી જાગ્રત થઈ ગઈ. પીએમ મોદીના હસ્તે સ્મૃતિ વન તથા વીર બાળક સ્મારકનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. સ્મૃતિ વન ભૂકંપને લગતું મ્યુઝિયમ છે જ્યારે વીર બાળક સ્મારકમાં 185 બાળકો તથા 20 શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપતું મેમોરિયલ છે, આ બાળકો રેલી દરમિયાન જ ભૂકંપ આવતા દટાઈ ગયા હતા. નોંધનીય છે કે ગઈકાલે પીએમ મોદીએ અમદાવાદમાં ખાદી ઉત્સવમાં ભાગ લીધો હતો તથા અટલ ફૂટ ઓવર બ્રિજનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.  

 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Kutch Narendra Modi કચ્છ નરેન્દ્ર મોદી PM Narendra Modi

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ