બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / Politics / pm narendra modi interaction with page samiti members from gujarat

2022 ELECTIONS / ભલે 5 રૂપિયા ડોનેશન આપે પરંતુ દરેક આપણી સાથે જોડાવા જોઈએ : પેજ સમિતિના કાર્યકરોને PM મોદીની હુંકાર

ParthB

Last Updated: 02:13 PM, 25 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે PM મોદીએ ગુજરાત ભાજપના કાર્યકરો સાથે નમો એપ (namo app) ના માધ્યમથી સીધો સંવાદ કર્યો હતો.

  • PM મોદીએ નમો એપ દ્વારા ભાજપના કાર્યકરોનું સંબોધન કર્યું  
  • PM મોદીએ  ચૂંટણી પ્રક્રિયા અંગે પોતાની પ્રતિક્રિયા આપી 
  • પેજ પ્રમુખોને વોટિંગ વધારવાની સલાહ આપી 

PM મોદીએ નમો એપ દ્વારા ભાજપના કાર્યકરોનું સંબોધન કર્યું  

નમો એપ દ્વારા ભાજપના કાર્યકરોને સંબોધન કરતાંની સાથે કોરોનાકાળમાં કેન્દ્ર સરકારની કામગીરી, સંગઠનની કામગીરી અંગે કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેમણે ગુજરાતના અનેક પેજ પ્રમુખો સાથે વાત કરી હતી. PM મોદીએ ગુજરાત ભાજપના પેજ પ્રમુખો સાથેના સંવાદમાં તેમની કામગીરીને બિરદાવતા કહ્યું કે, ઘણા સમયથી તમારી સાથે વાત કરવાની ઈચ્છા હતી. મારી પહેલી ઓળખ એક કાર્યકર્તા તરીકેની છે.  . 

PM મોદીએ  ચૂંટણી પ્રક્રિયા અંગે પોતાની પ્રતિક્રિયા આપી 

તેમણે કહ્યુ કે, આપણી ચૂંટણી પ્રક્રિયા અનેક દેશો માટે બેન્ચમાર્ક જેવી છે. ભારતની દરેક સંવિધાનિક સંસ્થાએ ચૂંટણી પંચના ગરિમાની રક્ષા કરી છે. દરેક રાજકીય પાર્ટીએ ઈલેક્શન પંચના આદેશનો પાલન કર્યો છે. આજે કાર્યક્રમમા જોડાયેલા અનેક લોકો એવા છે જે ફર્સ્ટ ટાઈમ વોટર છે. આવા લોકોને માલૂમ નહિ હોય કે ભૂતકાળમાં અલગ અલગ ઉમેદવારોના નામના અલગ અલગ બોક્સ હતા, જેમાં લોકો મતદાન કરતા હતા. તે સમયથી નીકળીને હવે ઈવીએમથી મતદાન થાય છે. એક સમયે વોટની ગણતરી અનેક દિવસો સુધી ચાલતી, પણ ઈવીએમની મદદથી ગણતરીના કલાકમાં પરિણામ આવી જાય છે. 

પેજ પ્રમુખોને વોટિંગ વધારવાની સલાહ આપી 

પેજ પ્રમુખોને સલાહ આપતા પીએમ મોદીએ કહ્યુ કે, ભારતની સૌથી પહેલી ચૂંટણીમાં 45 ટકા લોકોએ મતદાન કર્યુ હતું, 2019ના ગત લોકસભા ચૂંટણીમાં 67 ટકા મતદાન થયુ હતું. મતદાતા વધ્યા છે. શહેરી વિસ્તારોમા વોટિંગની ટકાવારી ઓછી હોય છે. લોકો સોશિયલ મીડિયા પર ચર્ચા કરે છે, પણ વોટ આપવા જતા નથી. પેજ પ્રમુખો સંકલ્પ લઈ શકે છે, કોઈ પણ ચૂંટણીમાં મારા મત વિસ્તારમાં 75 ટકા વોટિંગ જરૂર કરાવીશ. મને આજના યુવાઓનો ઉત્સાહ જોઈને તેમની પાસેથી આશા છે. વોટિંગ વધારવા માટે પેજ પ્રમુખો પ્રયાસ કરે.  

પેજ સમિતિના કાર્યકરોને PM મોદીની હુંકાર

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,  પેજ સમિતિના પ્રમુખોને જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દર વર્ષે એક માઈક્રો ડોનેશન કાર્યક્રમનું આયોજન કરે છે. હાલમાં પણ માઈક્રો ડોનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે, નમો એપ પર જઈને માઈક્રો ડોનેશન એટેલે સુક્ષ્મ દાન જેમ કે, 56 રૂપિયા, 10 રૂપિયા , 20 રૂપિયા  દાન કરી શકાય છે. જેનું એક અભિયાન ચાલી રહ્યું છે.  ભાજપ હંમેશા સંગઠનની શક્તિને મહત્વ આપે છે. હું તામમ પેજ સમિતિના પ્રમુખોને આગ્રહ કરું છું. આ માઈક્રો ડોનેશનના કામમાં આપના પેજ જેટલા નામો છે. તેમની સાથે લઈને આગળ વધો પછી ભલેને તેઓએ 5 રૂપિયાનું ડોનેશન કર્યું હોય  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ