બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi virtual inauguration for kevadiya train to Statue of Unity
Gayatri
Last Updated: 09:38 AM, 15 January 2021
ADVERTISEMENT
દેશના વિવિધ ભાગોમાંથી રેલ્વે કેવડીયા સુધી આવશે. એક સાથે 8 ટ્રેનોને PM વર્ચ્યુઅલ ફ્લેગ ઓફ કરશે. આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવશે જેમાં રેલ્વે મંત્રી પીયૂષ ગોયલ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરીએ કેવડિયા રેલવે સ્ટેશન સહિત અન્ય નવા તૈયાર કરાયેલા સ્ટેશનનું દિલ્હીથી ઓનલાઈન લોકાર્પણ કરશે. તેની સાથે જ તેઓ અમદાવાદ ઉપરાંત હઝરત નિઝામુદ્દીન (દિલ્હી), વારાણસી, ચેન્નઈ, રીવા, દાદર અને પ્રતાપનગરથી કુલ 8 નવી ટ્રેનોને લીલી ઝંડી આપી કેવડિયા માટે રવાના કરશે.
ADVERTISEMENT
ક્યાંથી ક્યાં શરૂ કરવામાં આવશે ટ્રેન?
વડોદરા - કેવડીયા
અમદાવાદ - કેવડીયા
દાદર- કેવડીયા
હજરત નિઝામુદ્દીન - કેવડીયા
રેવા - કેવડીયા
ચૈન્નઈ - કેવડીયા
પ્રતાપનગર - કેવડીયા
કેવડીયા - પ્રતાપનગર
17મીએ સવારે 11 વાગે દિલ્હીથી વિડિયો કોન્ફરન્સ દ્વારા લોકાર્પણ
વડોદરાથી કેવડિયા સુધી ગેજ કન્વર્ઝન, નવી લાઈન તેમજ પ્રતાપનગરથી કેવડિયા સુધીના ટ્રેકનું ઈલેક્ટ્રિફિકેશન પણ કરવામાં આવ્યું છે. તેની સાથે જ ડભોઈ, ચાણોદ સ્ટેશન નવા તૈયાર કરવાની સાથે કેવડિયા સુધીની નવી લાઈન પર મોરિયા, તિલકવાડા, ગરૂડેશ્વર તેમજ કેવડિયા સ્ટેશન તમામ પેસેન્જર સુવિધાઓ સાથે નવા તૈયાર કરાયા છે. આ કામગીરી લગભગ પૂર્ણ થતા વડાપ્રધાન 17મીએ સવારે 11 વાગે દિલ્હીથી વિડિયો કોન્ફરન્સ દ્વારા કેવડિયાના તમામ રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.