બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / PM Modi, UK PM Rishi Sunak hold bilateral meeting in Delhi

G20 / VIDEO : PM મોદી મળતાં બ્રિટન અને જાપાનના PMને થઈ ખૂબ ખુશી, ગર્મજોશીથી થઈ નેતાઓની મુલાકાત

Hiralal

Last Updated: 03:46 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 સમિટમાં દ્વિપક્ષીય વાતચીતનો પહેલો રાઉન્ડ શરુ થયો હતો જેમાં સૌથી પહેલા પીએમ મોદી-બ્રિટનના પીએમ સુનક વચ્ચે મંત્રણા થઈ હતી.

  • G20 સમિટમાં દ્વિપક્ષીય વાતચીતનો રાઉન્ડ શરુ
  • સૌથી પહેલા પીએમ મોદી-બ્રિટનના પીએમ સુનક વચ્ચે મંત્રણા
  • પીએમ મોદી ખૂબ ગર્મજોશીથી સુનકને મળ્યાં

શનિવારે બપોરે G20 સમિટના પ્રથમ સત્ર બાદ દ્વિપક્ષીય વાતચીતનો રાઉન્ડ શરુ થયો હતો. પીએમ મોદીએ સૌથી પહેલા બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. દ્વિપક્ષીય મંત્રણાની શરુઆત પહેલા પ્રધાનમંત્રી મોદી ખૂબ ગર્મજોશીથી સુનકને મળ્યાં હતા. બન્ને નેતાઓએ ખુબ મોકળા મને ચર્ચા કરી હતી અને વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. 

પીએમ મોદી અને સુનકે ઈન્ડીયા-યુકે ફ્રી ટ્રેડની ચર્ચા કરી
દ્વિપક્ષીય મંત્રણામાં પ્રધાનમંત્રી મોદી અને ઋષિ સુનકે ભારત-બ્રિટન ફ્રી ટ્રેડની ચર્ચા કરી હતી. ટ્વિટર પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં જોઈ શકાતું હતું કે પ્રધાનમંત્રી મોદીએ ખૂબ ગર્મજોશીથી સુનકને મળતા જોઈ શકાતા હતા. સુનક પણ પીએમ મોદીને મળીને ખૂબ ખુશ જણાયા હતા. તેમની મુલાકાતનો એક વીડિયો સામે આવ્યો છે. 

જાપાનના પીએમ ફુમિયો કિશિદાને મળ્યાં પીએમ મોદી 
બ્રિટનના પીએમ સાથેની મુલાકાત બાદ પીએમ મોદી જાપાનના પીએમ ફુમિયો કિશિદાને પણ મળ્યાં હતા. તેમણે બન્નેએ પણ દ્વિપક્ષીય ચર્ચા કરી હતી જેમાં ભારત-જાપાનના સંબંધોને વધુ આગળ લઈ જવા પર ખાસ ભાર મૂકાયો હતો. 

PM મોદીની આજે 4 દ્વિપક્ષીય બેઠક 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે G20 સમિટની બાજુમાં ચાર દ્વિપક્ષીય બેઠકો કરી હતી. પીએમ મોદી બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને જાપાન, જર્મની અને ઈટાલીના નેતાઓ સાથે રૂબરૂ વાતચીત કરી હતી. 

મોદીએ કહ્યું- ગ્લોબલ સાઉથનો અવાજ મજબૂત હશે
આજથી G20 Summit ની શાનદાર શરૂઆત થઈ ગઈ છે. ભારત G20 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. આજે એટલે કે શનિવાર G20 Summit ના પ્રથમ દિવસે વિશ્વની 20 મોટી અર્થવ્યવસ્થાઓના વરિષ્ઠ નેતાઓ સાથે બેસીને વૈશ્વિક મુદ્દાઓ પર વિચાર મંથન કર્યું હતું. પીએમ મોદીએ X પર પોસ્ટ કરીને કહ્યું, G20 પરિવારના કાયમી સભ્ય તરીકે આફ્રિકન યુનિયનનું સ્વાગત કરીને હું સન્માનિત છું. તેનાથી G20 મજબૂત થશે અને ગ્લોબલ સાઉથનો અવાજ પણ મજબૂત થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ