બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / pm modi to do 3 rallies sasaram gaya bhagalpur 23rd october bihar assembly election 2020

વિધાનસભા ચૂંટણી / બિહારમાં આજે રેલી દિવસઃ 3 રેલીમાં PM મોદી સાથે નીતિશ અને રાહુલ સાથે દેખાશે તેજસ્વી

Bhushita

Last Updated: 08:44 AM, 23 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારની ચૂંટણીની તૈયારીઓ ટોપ ગિયરમાં પહોંચી ચૂકી છે. પીએમ મોદી રાજ્યમાં આજે તેમના ચૂંટણી અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. PM આજે સાસારામ, ગયા અને ભાગલપુરમાં ચૂંટણી જનસભાનું સંબોધન કરશે.

  • બિહારમાં આજથી ચૂંટણી પ્રચાર શરૂ
  • PM  આજે સાસારામ, ગયા અને ભાગલપુરમાં જનસભા સંબોધશે
  • PM મોદી સાથે નીતિશ અને રાહુલ સાથે દેખાશે તેજસ્વી

બિહાર મુલાકાત પહેલાં પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે. તેઓએ કહ્યું કે બિહારમાં પોતાના ભાઈ બહેનોની વચ્ચે રહેવાનો અવસર મળશે. સાસારામ, ગયા અને  ભાગલપુરમાં રેલી સંબોધિત કરશે. આ સમયે એનડીએના વિકાસના એજન્ડાને જનતા જનાર્દનની સામે રાખશે ેઅને તેમના આર્શિવાદ લેશે. 

9.30 વાગે પહેલી રેલી કરાશે શરૂ

પીએમ મોદીની પહેલી રેલી સવારે 9.30 વાગે થશે. રોહતાસના ડેહરીના સુઅરા સ્થિત બિયાડા મેદાનમાં પીએમ મોદી રેલી સંબોધશે. આ પછી પીએમ ગયાના ગાંધી મેદાનમાં સવારે 11.15 વાગે જનસભા સંબોધશે. બપોરે 1.30 વાગે પીએમ ભાગલપુરમાં પણ જનસભા કરશે અને રેલીને સંબોધિત કરશે. 

બિહારમાં કુલ 12 રેલીઓ કરશે પીએમ

પીએમ મોદી બિહારમાં કુલ 12 રેલીઓ કરશે. શુક્રવારે 3 રેલી અને પછી 28 ઓક્ટોબરે દરભંગા, મુઝફ્ફરપુર અને પટનામાં રેલી કરશે. પીએમ 1 નવેમ્બરે છપરા, પૂર્વી ચંપારણ અને સમસ્તીપુર અને 3 નવેમ્બરે પશ્ચિમી ચંપારણ, સહરસ અને ફારબિસગંજમાં રેલી કરશે. 
 
કઈ રેલીઓમાં કયા નેતાઓ રહેશે હાજર

પીએમ મોદીની રેલીઓમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ સ્ટેજ પર હાજર રહેશે. પીએમ મોદીની 4 દિવસની બીજી રેલીમાં જેડીયુના કેટલાક મોટા નેતા પોતે જ હાજર રહેશે.  જેડીયુના લલન સિંહ 23 ઓક્ટોબરે યોજાનારી પીએમ મોદીની બીજી રેલીમાં હાજર રહેશે.
 

માહિતીનું માનીએ તો પીએમ મોદી દરેક 12 રેલીઓમાં જશે, જ્યાં જેડીયુની સ્થિતિ નબળી છે અને જ્યાં એલજેપી વોટ ઘટાડીને જેડીયૂ અને બીજેપીને નુકસાન કરી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Nitish Kumar PM modi bihar assembly election 2020 rally ચૂંટણી તૈયારીઓ પીએમ મોદી બિહાર રેલી bihar assembly election 2020
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ