પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ એક રેલીમાં પીએમ મોદી પર સુરક્ષા ચૂકને લઈને નિશાન સાધ્યું છે.
ટાંડાની રેલીમાં પીએમ મોદી પર વરસ્યા ચન્ની
ચન્નીએ પટેલનો એક ફોટો શેર કરતા તેમણે સરદારનું જ નિવેદન શેર કર્યુ
કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વધી રહ્યો છે તણાવ
પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં જે ચૂક થઈ હતી. જે મામલો હજું ઠંડો નથી પડ્યો. રાજનીતિક બેડામાં ચર્ચા ચાલી રહી છે તો કોર્ટમાં પણ તેનુ મંથન થઈ રહ્યુ છે. ત્યારે પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ એક રેલીમાં આપેલ નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે.
जिसे कर्त्तव्य से ज़्यादा जान की फ़िक्र हो, उसे भारत जैसे देश में बड़ी जिम्मेदारी नहीं लेनी चाहिए !
ગુરુવારે પંજાબના ટાંડામાં થયેલી પોતાની રેલીમાં ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે સમગ્ર દેશમાં જૂઠ્ઠાણું ફેલાવી રહ્યા છે કે પીએમની સુરક્ષામાં કોઈ ચૂક થઈ હતી. શું કોઈએ પથ્થર મારી દિધો... કોઈ ઈજા પહોંચી.... કોઈ ગોળી વાગી કે... કે કોઈએ તારા વિરુદ્ધ નારા લગાવ્યા. જે પુરા દેશમાં એવું ફેલાવવામાં આવી રહ્યું છે કે પીએમને જીવનો ખતરો ઉભો થઈ ગયો. ચન્નીના નિવેદનમાં પીએમ મોદી પર નિશાનો સાધતા તેનુ અને તુસી જૈવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો. વાત ફક્ત અહીં સુધી મર્યાદિત નથી. રેલીમાં તો ચન્ની પીએમ મોદી પર વરસ્યા સાથે સાથે સોશિયલ મીડિયા પર તેમના પર નિશાનો સાધ્યો.
ચન્નીએ પટેલનો એક ફોટો શેર કરતા તેમણે સરદારનું જ નિવેદન શેર કર્યુ
સીએમ ચન્નીએ સરદાર પટેલના બહાને પીએમ મોદી પર નિશાન સાધ્યુ. પટેલનો એક ફોટો શેર કરતા તેમણે સરદારનું જ નિવેદન શેર કર્યુ. ચન્નીએ લખ્યું કે જેને કર્તવ્યથી વધારે જીવની ચિંતા હોય તેમને ભારત જેવા મોટા દેશની જવાબદારી ન લેવી જોઈએ. જો કે તેમણે કોઈનું નામ નથી લીધુ પણ અહીં ઈશારો સ્પષ્ટ હતો.
કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વધી રહ્યો છે તણાવ
આની પહેલા પણ પોતાની સરકાર અને પોલીસનો બચાવ કરતા સીએમ ચન્ની કહી ચૂક્યા છે કે પીએમ મોદીની સુરક્ષામાં તેમના તરફથી કોઈ ચૂક નથી થઈ. તેમનું માનીએ તો છેલ્લી ઘડીએ પીએમ મોદીનો રુટ બદલી દેવામાં આવ્યો હતો. તેઓ હવાઈ માર્ગથી આવવાના હતા પરંતુ તે રોડથી આવ્યા. હાલ માટે રાજ્ય સરકાર દ્વારા એક કમિટી બનાવી ગઠન કરી દેવામાં આવ્યું છે. રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ કેન્દ્ર આનાથી સંતુષ્ટ નથી. આ કમિટીમાં પંજાબના ગૃહ મંત્રી પણ સામેલ છે અને કેન્દ્ર આને નિષ્પક્ષ નથી માની રહ્યા. સુપ્રીમ કોર્ટે સલાહ આપી છે કે કેન્દ્ર અને રાજ્ય બન્નેના પ્રતિનિધિઓ એક કમિટીના ભાગ બની શકે છે. જેનાથી નિષ્પક્ષ તપાસ શક્ય બને.