Team VTV05:01 PM, 19 Jan 23
| Updated: 05:29 PM, 19 Jan 23
PM મોદીએ કહ્યું કે 'વિચરતા સમુદાયને જે સુવિધાઓ નહોતી મળી રહી તેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે'. મોદીએ કર્ણાટકની પ્રજાને નિશ્ચિત રહેવા કહ્યું.
કર્ણાટકમાં PM મોદીએ કર્યું જનસંબોધન
બંજારા સમુદાયને સુવિધાઓ ફાળવવા અંગે કરી વાત
'આજીવિકા માટે નવા સાધનો બનવાનાં છે'- PM
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકનાં પ્રવાસે હતાં. કર્ણાટકમાં આવનારાં સમયમાં ચૂંટણીને ધ્યાનમાં લેતાં પીએમ મોદી 10,800 કરોડ રૂપિયાની યોજનાઓનાં વચનો આપી રહ્યાં છે. આ સિવાય બંજારા સમુદાય એટલે કે વિચરતા સમુદાયની એક રેલને સંબોધિત કરતાં PM નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યાં હતાં.આ સાથે જ પીએમ મોદીએ કર્ણાટકનાં કોડેકલમાં સિંચાઈ, પીવાનું પાણી અને રાષ્ટ્રીય રાજમાર્ગ વિકાસ યોજના સંબંધિક વિવિધ વિકાસ યોજનાઓની આધારશિલા રાખી અને ઉદ્ગાટન પણ કર્યું.
2.3 લાખ ઘરોને પીવાનાં પાણીની સુવિધા
કર્ણાટકનાં રાજ્યપાલ થાવરચંદ ગહેલોત, મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ, કેન્દ્રીય મંત્રી ભગવંત ખુબા સહિત કેટલાક નેતાઓ હાજર હતાં. આ યોજના અંતર્ગત 117 MLDનાં જળ શોધન સંયંત્ર બનાવવામાં આવશે. આશરે 2050 કરોડ રૂપિયાવાળી યોજનાથી યાદગીર જિલ્લાની 700થી વધુ ગ્રામિણ વસાહતો અને ત્રણ કસ્બાઓનાં આશરે 2.5 લાખ ઘરોને પીવાનાં પાણીની સુવિધા મળશે.
PM મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહારો
પીએમ મોદીએ કહ્યું કે 1994ની વિધાનસભા ચૂંટણીમાં હું અહીં ચૂંટણી પ્રચાર માટે આવ્યો હતો અને મને યાદ કરીને ખુશી થાય છે કે બંજારા પરિવારનાં લાખો સભ્યો મને આશીર્વાદ આપવા આવ્યાં હતાં. એક પાર્ટી જેણે આ રાજ્ય પર સૌથી વધુ સમય માટે શાસન કર્યું તેણે કેવળ વોટ બેન્ક બનાવવા પર જ ધ્યાન આપ્યું અને આ પરિવારોનાં વિકાસ વિશે ક્યારેય વિચાર્યું નથી.
Karnataka | Those who ruled the country for a long time took votes of deprived sections of society by giving slogans but didn't take enough steps for their development. We are working to empower them & these sections are getting their rights: PM Modi in Kalaburagi pic.twitter.com/GMGA9n36fB
'તમે તમારા બાળકોને શાળાએ મોકલી શકશો'
પ્રધાનમંત્રીએ કહ્યું કે 'ટાંડાનાં નિવાસિયોને દશકાઓ સુધી મુશ્કેલીઓનો સામનો કરતાં સંઘર્ષ કર્યો છે પરંતુ ભાજપ સરકારની અંતર્ગત સ્થિતિ બદલાઈ ગઈ છે. બંજારા, વિચરતાં સમુદાયને જે સુવિધાઓ નથી મળી રહી તેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. પોતાનું ઘર, પોતાની જમીનના કાયદાકિય દસ્તાવેજો મળ્યાં બાદ હવે પરિવારો નિશ્ચિત થઈ રહી શકશે. તેના કારણે લોન લેવામાં પણ સરળતા રહેશે. કર્ણાટકમાં સ્વામિત્વ યોજનાનો લાભ મળવા લાગ્યો છે હવે તમે તમારા બાળકોને શાળાએ મોકલી શકશો. હવે ઝૂંપડીઓમાં જીવવાની મજબૂરી એ ગઈકાલની વાત થઈ ગઈ છે. '
'આજીવિકા માટે નવા સાધનો બનવાનાં છે'- PM
PMએ કહ્યું કે 'પીએમ આવાસ યોજનાથી પાક્કા ઘર, ગેસ-ચૂલો, વીજળી કનેક્શન મળવાનું છે. કર્ણાટક સરકારની મદદથી આજીવિકા માટે નવા સાધનો બનવાનાં છે. સૂકાયેલા લાકડાં, મધ અને ફળથી પણ પૈસા મળશે. પહેલાંની સરકાર કેટલીક વસ્તુઓ પર જ MSP ફાળવતી હતી, અમારી સરકારે તમામ પાક પર MSP ફાળવવાનું શરૂ કર્યું છે. '