બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / PM Modi Joe Biden Meeting america

મુલાકાત / PM Modi US Visit : બાયડન સાથેની બેઠક પૂર્ણ, PM મોદીએ કહ્યું- આ દાયકો ભારત-US માટે ખૂબ મહત્વનો

Kavan

Last Updated: 09:55 PM, 24 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીનો અમેરિકન પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેમણે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડન સાથે મુલાકાત યોજી હતી.

  • PM મોદી અને જો બાઈડેન વચ્ચે મુલાકાત
  • બેઠક પહેલા રાષ્ટ્રપતિ બાયડને કર્યું ટ્વીટ 
  • કહ્યું- બંન્ને રાષ્ટ્રો વચ્ચેના સંબંધો થશે વધુ મજબૂત

પીએમ મોદીએ કહ્યું-ભારત-અમેરિકાના સંબંધોમાં ટેકનોલોજી મહત્વની ભૂમિકા ભજવે છે

પીએમ મોદીએ કહ્યું કે તમે કહ્યું કે 40 લાખ ભારતીયો અમેરિકાને મજબૂત કરી રહ્યા છે. લોકો વચ્ચેનો સંપર્ક મહત્વનો છે અને આમાં તમારું યોગદાન ખૂબ મહત્વનું રહેશે. એ જ રીતે, ભારત-અમેરિકાના સંબંધોમાં ટેકનોલોજી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. એ જ રીતે, ભારત અને અમેરિકા વચ્ચે વેપારનો પોતાનો સંબંધ છે અને આપણે એકબીજાને પૂરક બનાવી શકીએ છીએ. કેટલીક ચીજો એવી છે જેની અમેરિકા પાસેથી ભારતને જરૂર છે તો કેટલીક ચીજો એવી પણ છે કે, ભારત પાસેથી અમેરિકાને જરૂર છે.

PM મોદીએ રાષ્ટ્રપતિ બાયડનનો માન્યો આભાર, કહ્યું-આ દશક ભારત અને અમેરિકાના સંબંધ માટે મહત્વનો...

અમેરિકન રાષ્ટ્રપતિ બાયડન સાથેની બેઠક દરમિયાન બાયડને જણાવ્યું હતું કે, વ્હાઈટ હાઉસમાં PM મોદીના આગમનથી હું ખુશ થયો, કોવિડ સહિત તમામ સંકટો સાથે મળીને લડીશું-

રાષ્ટ્રપતિ બાયડને વ્હાઇટ હાઉસમાં કહ્યું - આજે ભારત -અમેરિકા સંબંધોના નવા અધ્યાયની શરૂઆત

રાષ્ટ્રપતિ બાયડને વ્હાઇટ હાઉસમાં પીએમ મોદીને કહ્યું કે અમે તમને લાંબા સમયથી ઓળખીએ છીએ. તેમણે કહ્યું કે આજે આપણે ભારત-અમેરિકા સંબંધોના નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છીએ. 4 મિલિયન ભારતીય અમેરિકનો દરરોજ અમેરિકાને મજબૂત બનાવી રહ્યા છે.

અમેરિકન રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠકની તસવીર આવી સામે

વ્હાઈટ હાઉસ બહાર લાગ્યા મોદી-મોદીના નારા 

પ્રધાનમંત્રી મોદી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડનને મળવા પહોંચતા જ ભારતીય સમુદાયના લોકોએ વ્હાઈટ હાઉસની બહાર મોદી-મોદીના નારા લગાવ્યા હતા.

વ્હાઈટ હાઉસમાં પીએમ મોદી સાથેની મુલાકાત પહેલા રાષ્ટ્રપતિ બાયડને કર્યું ટ્વિટ

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને પીએમ મોદી સાથે મુલાકાત પહેલા ટ્વિટ કર્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું- આજે સવારે હું વ્હાઈટ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક માટે પીએમ મોદીનું હોસ્ટિંગ કરી રહ્યો છું. હું બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા, મુક્ત અને ખુલ્લું ઇન્ડો-પેસિફિક જાળવવા અને COVID-19 થી આબોહવા પરિવર્તન સુધીની તમામ બાબતોનો સામનો કરવા આતુર છું.

પીએમ મોદીએ અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની સાથે મુલાકાત કરી

જણાવી દઇએ કે, આ મહત્વની મીટિંગની પહેલા પીએમ મોદીએ અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની સાથે મુલાકાત કરી છે. ઓસ્ટ્રેલિયા અને જાપાનના પ્રધાન મંત્રીને મળ્યા હતા અને ભારતની સાથે મજબૂત સંબંધની પહેલ કરી છે. હવે તમામની નજર અમેરિકન રાષ્ટ્રપતિ બાયડન અને પીએમ મોદીની મુલાકાત પર ટકેલી છે. જેમાં આતંકવાદ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની આશા છે.

તમારા(હેરિસની) ભારત આવવાની રાહ જોશે- પીએમ મોદી

તેમણે કહ્યું કે પોતાની જીતની સફર જારી રાખતા ભારતીયો ઈચ્છે છે કે તમે આને ભારતમાં જારી રાખીશું અને તમારા ભારત આવવાની રાહ જોશે. એટલા માટે હું તમને ભારત આવવાનું નિમંત્રણ આપું છું. કમલા હેરિસે એ વાત પર ભાર મૂક્યો કે ભારત અને અમેરિકાની સાથે કામ કરવાથી બન્ને દેશોના લોકો પર જ નહીં બલ્કે વિશ્વ પર ઉંડી અસર પાડશે. તેમણે કોરોના સહિત અનેક પ્રસંગે બન્ને દેશોની વચ્ચે નજર આવેલા સહયોગનો ઉલ્લેખ કર્યો છે. 

તમે જે રીતે મારી સાથે વાત કરી હતી તે હંમેશા યાદ રહેશે- પીએમ મોદી

તેમણે કહ્યું અમારી પાસે એક સંકટ કોરોના અને ખુલ્લા અને મુક્ત હિંદ પ્રશાંત વિસ્તારને લઈને આપણો સહિયારા વિશ્વાસનું મહત્વ હતુ. કોરોના પર આપણા દેશોએ મળીને કામ કર્યુ. મહામારીની શરુઆતમાં ભારત અન્ય દેશોને રસી પહોંચાડવાનો મહત્વનો સ્ત્રોત હતો. આ દરમિયાન પીએમ કમલા હેરિસની સાથે જૂનમાં થયેલી વાતચીતનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તમે જે રીતે મારી સાથે વાત કરી હતી તે હંમેશા યાદ રહેશે. 

 તેમણે કહ્યું હતું કે તેઓને એ સમયે કમલા હેરિસના બોલાયેલા એકતાના શબ્દો યાદ છે. વડાપ્રધાને કહ્યું કે કોવિડ મહામારી સાથેની ખૂબ જ મુશ્કેલ લડાઈમાં અમેરિકી સરકાર અને કંપનીઓ અને વિદેશી ભારતીય સમુદાય ખૂબ મદદરૂપ થયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ