બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Politics / PM Modi in preparation for reshuffle: Major cabinet reshuffle expected

BIG NEWS / નવાજૂની કરવાની તૈયારીમાં PM મોદી: મંત્રીમંડળમાં મોટા ફેરબદલના એંધાણ, જાણો શું હોઇ શકે માસ્ટર પ્લાન

Priyakant

Last Updated: 10:06 AM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજેટ સત્ર 2023ના થોડા મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરબદલને લઈને અટકળોએ જોર પકડ્યું

  • બજેટ સત્ર પહેલા PM મોદીના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે  
  • મકર સંક્રાંતિ અને બજેટ સત્રની શરૂઆત વચ્ચે કેબિનેટનું વિસ્તરણ 
  • આ વખતે મોદી કેબિનેટમાં નવા ચહેરાઓને પણ સ્થાન મળી શકે 

બજેટ સત્ર 2023ના થોડા મહિના પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરબદલને લઈને અટકળોએ જોર પકડ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર PM મોદી મકર સંક્રાંતિ (14 જાન્યુઆરી) અને બજેટ સત્રની શરૂઆત વચ્ચે તેમના કેબિનેટનું વિસ્તરણ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ વખતે મોદી કેબિનેટમાં નવા ચહેરાઓને પણ સ્થાન મળી શકે છે.

વાસ્તવમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ પૂરો થઈ રહ્યો છે. આ ઉપરાંત પાર્ટી જાન્યુઆરીમાં તેની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પણ યોજશે અને રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના કેટલાક સાંસદોને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી વર્ષે નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને 2024માં લોકસભાની ચૂંટણી થવાની છે તેને ધ્યાનમાં રાખીને વિસ્તરણ કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે, કેટલાક મંત્રીઓને તેમના પ્રદર્શનના આધારે હટાવી પણ શકાય છે. મોદી 2.0 કેબિનેટમાં છેલ્લું ફેરબદલ 7 જુલાઈ, 2021 ના ​​રોજ થયું હતું. જેમાં કેટલાક અગ્રણી નામો સહિત 12 પ્રધાનોને પડતા મૂકવામાં આવ્યા હતા.

ભાજપની નજર આ રાજ્યો પર 

2023 તમામ રાજકીય પક્ષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે, આગામી વર્ષમાં 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનો પણ સમાવેશ થાય છે. આ ચૂંટણી એટલા માટે પણ વધુ મહત્વની છે કારણ કે, આગામી વર્ષે એટલે કે 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત નોંધાવી છે. હવે ભાજપની નજર ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, તેલંગાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં યોજાનારી ચૂંટણી પર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ