બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 08:53 AM, 7 August 2021
ADVERTISEMENT
દર વર્ષે લગભગ 12.11 કરોડ ખેડૂતોને કિસાન સમ્માન નિધિયોજના મળી રહે છે. જો તમે ખેડૂત છો અને મોદી સરકારની આ સ્કીમનો લાભ નથી લીધો તો તમે જરા પણ મોડું કર્યા વિના રજિસ્ટ્રેશન કરાવી શકો છો. રજિસ્ટ્રેશન બાદ વેરિફિકેશન થયા પછી તમે પણ 9મો હપ્તો મેળવી શકો છો.
ADVERTISEMENT
જાણો કેવી રીતે કરશો એપ્લાય
પીએમ કિસાન સમ્માન નિધિનો લાભ લેવા માટે પહેલા ખેડૂતે ઓનલાઈન પોર્ટલ pmkisan.gov.in પર રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. આ સાઈટ તમને ફાર્મર્સ કોર્નરના ઓપ્શનમાં દેખાશે. અહીં જઈને તમે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન પર ક્લિક કરો. અહીં તમારા આધાર નંબર, કેપ્ચા ભરવાનું કહેવાશે. આ પછી એક ફોર્મ ઓપન થશે જેમાં તમારી ડિટેલ માંગવામાં આવશે. બેંક એકાઉન્ટની ડિટેલ્સ પણ આપવાની રહેશે. આ સેવ કર્યા બાદ એક નવું પેજ ખુલશે અને તેમાં જમીનની જાણકારી રવાની રહેશે. તેમાં ખસરા નંબર અને ખાતા નંબર લખવાનો રહે છે. આ પછી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થશે.
ખેડૂતના નામે જમીન હોવું જરૂરી
નિયમ અનુસાર આ યોજનાનો લાભ લેવા માટે જમીન ખેડૂતના નામે હોય તે જરૂરી છે. એટલું નહીં ખેડૂતના દાદા કે પિતાના નામે જમીન છે તો પણ તે આ યોજનાનો લાભ લઈ શકશે નહીં. ફક્ત એ ખેડૂતોને આ લાભ મળશે જેના પોતાના નામ પર 2 હેક્ટર કે તેનાથી ઓછી જમીન હશે.
શું છે યોજના
પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં લાભાર્થી ખેડૂતને વર્ષે 6000 રૂપિયા 2000ના હપ્તામાં મળે છે. આ યોજનામાં દરેક હપ્તામાં એક ખેડૂતને 2000 રૂપિયાની રકમ ખાતામાં મળે છે. મોદી સરકાર માને છે કે આ યોજનાથી ખેડૂત પરિવારો પોતાની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મેળવી શકે છે. ખેડૂતો પણ મોદી સરકારની આ યોજનાથી ખુશ જોવા મળે છે.
આ રીતે લિસ્ટમાં ચેક કરી લો તમારું નામ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.