બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / પ્રવાસ / Planning to go to Goa but budget is low? Not to worry, IRCTC has brought a great tour package

તમારા કામનું / ગોવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો પણ બજેટ ઓછું છે? ચિંતા ન કરતાં, IRCTC લાવ્યું શાનદાર ટુર પેકેજ

Megha

Last Updated: 10:31 PM, 6 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IRCTCના આ પેકેજનું નામ ગો ગોવા એર પેકેજ છે અને અમે આજે તમને IRCTCના આ ટૂર પેકેજ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ.

  • IRCTC ગોવા જવા માટે શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું
  • ટૂર પેકેજ હેઠળ ગોવાના સુંદર સ્થળોની મુલાકાત લેવાની તક મળી રહેશે 
  • આ IRCTCનું ફ્લાઇટ ટૂર પેકેજ છે

દરેક લોકો એક વખત તો ગોવા જવા માંગતા જ હોય છે. એવામાં જો તમે પણ ગોવાની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો આ સમાચાર તમારા કામના છે. જણાવી દઈએ કે  IRCTC તમારા ગોવા જવાના આ પ્લાનિંગને પૂર્ણ કરવા માટે એક શાનદાર ટૂર પેકેજ લઈને આવ્યું છે. અને IRCTCના આ ટૂર પેકેજ હેઠળ ગોવાના સુંદર સ્થળોની મુલાકાત લેવાની તક મળી રહી છે. 

ગોવાના સુંદર દરિયાકિનારા, કુદરતી સૌંદર્ય અને ચર્ચ જોવા માટે દર વર્ષે વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં આવે છે. સાથે જ ગોવાન પાર્ટી લાઈફ એન્જોય કરવા માટે પણ લોકો દૂર દૂરથી ત્યાં જાય છે. એવામાં જો તમે લાંબા સમયથી ગોવા જવાનું વિચારી રહ્યા છો આ IRCTCનું પેકેજ તમારા કામનું છે. જણાવી દઈએ કે IRCTCના આ પેકેજનું નામ ગો ગોવા એર પેકેજ છે  અને અમે આજે તમને IRCTCના આ ટૂર પેકેજ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ. 

જણાવી દઈએ કે આ IRCTCનું ફ્લાઇટ ટૂર પેકેજ છે અને આ પેકેજમાં ફ્લાઈટના કમ્ફર્ટ ક્લાસમાં મુસાફરી કરવાનો મોકો મળી રહ્યો છે. જો કે જણાવી દઈએ કે IRCTCનું આ ગોવા ટૂર પેકેજ 12મી નવેમ્બરે ચંદીગઢ એરપોર્ટથી શરૂ થઈ રહ્યું છે. અને આ પેકેજ દ્વારા મુસાફરી કરતી વખતે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. ખાવા-પીવાથી લઈને તમારા રહેવા સુધીની બધી જ વ્યવસ્થા IRCTC દ્વારા કરવામાં આવશે. 

જણાવી દઈએ કે  IRCTCના આ પેકેજમાં ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવાની મુલાકાત લેવાની તક મળી રહી છે અને પેકેજ હેઠળએ સિવાય બીજા અન્ય સ્થળોએ લઈ જવા માટે કેબની સુવિધા પણ મળી રહેશે. જો ભાડાની વાત કરીએ તો જો તમે એકલા જવાનું નક્કી કરી રહ્યા છો તો પ્રતિ વ્યક્તિ 40,540 રૂપિયા ખર્ચવા પડશે. પણ એ સામે જો તમે બે લોકો સાથે મુસાફરી કરી રહ્યા છો તો તમારે પ્રતિ વ્યક્તિ 29,410 રૂપિયા ખર્ચવા પડશે અને જો તમે ત્રણ લોકો સાથે ફરવા જાવ છો તો પ્રતિ વ્યક્તિ 28,170 રૂપિયાનું ભાડું ચૂકવવું પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ