બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / People drank fake milk for 5 years! fake milk factory was caught in Kalavad, SOG shocked

પર્દાફાશ / 5 વર્ષથી લોકોએ બનાવટી દૂધ પીધું! કાલાવડમાં નકલી દૂધની ફેકટરી ઝડપાતા હડકંપ, SOG પણ ચોંકી ઉઠી

Kishor

Last Updated: 06:15 PM, 27 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં એક બાજુ લઠ્ઠાકાંડ ગાજી રહ્યો છે તેવામાં જામનગર જિલ્લાના કાલાવડમાંથી બનાવટી દૂધની ફેક્ટરી ઝડપાતા જામનગર SOG પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

  • કાલાવડમાંથી બનાવટી દૂધની ફેકટરી ઝડપાઈ  
  • કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામેથી ઝડપાઇ ફેકટરી
  • 5 વર્ષથી બનાવટી દૂધનો વેપાર ચાલતો હતો 

 જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર ગામેથી નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાતા હાહાકાર મચી ગયો છે.આ ફેક્ટરીમાં ધી પાવડર અને પાણીના મિશ્રણથી દૂધ બનાવવામાં આવતું હોવાનું ભોપાળુ છતું થયું હતું. Sog પોલીસે દરોડો પાડી આશરે 800 લીટર દૂધના જથ્થાનો નાશ કરી 42 નંગ વનસ્પતિ ઘીના ડબ્બા, પાવડરના 14 બાચકા અને મશીનરી સહિતનો જથ્થો સીઝ કર્યો છે. આશરે પાંચ વર્ષથી આ કૌભાંડ ચાલતું હોવાનું સામે આવતા SOG પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

 
વનસ્પતિ ઘી, પાવડર અને પાણી ભેળવીને બનાવાતું હતું દૂધ 
જામનગર જિલ્લામાંથી નકલી દૂધ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. કાલાવડ તાલુકાના હરીપર ગામે અમુક શખ્સો નકલી દૂધ બનાવવાની પ્રવૃત્તિ કરી જન આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની હકીકતને પગલે એસઑજીએ હરીપર ગામે દરોડો પાડ્યો હતો. જ્યાં બનાવટી દૂધની ફેક્ટરી ઝડપાઇ હતી.અહીં વનસ્પતિ ઘી પાવડર અને પાણી ભેળવીને વિપુલ પ્રમાણમાં દૂધ બનાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. ફેક્ટરીમાંથી બનાવવામાં આવતું દૂધ ડેરીમાં જતું હતું કે લોકોના ઘર સુધી પહોંચતું હતું. 

પોલીસે 800 લીટર નકલી દૂધનો જથ્થો નાશ કર્યો
જેને પગલે પોલીસે ફેક્ટરીમાંથી નકલી દૂધ બનાવવાની મશીનરી ઉપરાંત વનસ્પતિ ઘીના 42 ડબા ભરેલા અને પાવડરના 14 બાચકા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત ઘી પાવડર અને પાણીમાંથી બનાવવામાં આવેલ 800 લીટર નકલી દૂધનો જથ્થો નાશ કર્યો હતો. પોલીસે અહીંથી દૂધ, ઘી, પાવડરના નમુના લઇ લેબોરેટરીમાં મોકલવા તજવીજ હાથ ધરી છે.

ફેક્ટરી કેટલા સમયથી ધમધમી રહી છે ? તે દીશામાં તપાસ 
આ ફેક્ટરી કેટલા સમયથી ધમધમી રહી છે તેમજ કોણ કોણ સંડોવાયું છે અને દરરોજનો કેટલો જથ્થો અહીંથી ઉત્પાદન કરી લોકો સુધી પહોંચાડવામાં આવતો હતો તેની વિગતો હવે જાહેર થશે. હાલ એસઑજી પોલીસ દ્વારા પંચનામું કરી કાલાવડ ગ્રામ્ય પોલીસમાં આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે,
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ