બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / આરોગ્ય / People are falling victim to this new viral infection at home know how to stay safe from experts

તમારા કામનું / ઘરે ઘરે લોકો થઈ રહ્યા છે આ નવા વાયરલ ઈન્ફેક્શનના શિકાર, એક્સપર્ટ્સ પાસેથી જાણો કઈ રીતે રહેશો બચીને

Arohi

Last Updated: 12:37 PM, 4 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડૉક્ટર્સનું કહેવું છે કે વાતાવરણમાં આવેલા અચાનક ફેરફારથી દિલ્હીના હોસ્પિટલોમાં વાયરલ ઈન્ફેક્શનના 30 ટકા દર્દી વધી ગયા છે. ડૉક્ટરોનું કહેવું છે કે આ વાયરલ સામાન્ય નથી.

  • ઘરે ઘરે વધી રહ્યા છે વાયરલ ઈન્ફેક્શનના કેસ 
  • વાતાવરણના ફેરફારના કારણે લોકો પડે છે બિમાર 
  • ડૉક્ટર અનુસાર સામાન્ય નથી આ વાયરલ 

હાલ ઘર ઘરમાં કોલ્ડ અને કફના દર્દીઓ છે. લોકોને ખાંસી મટવાનું નામ નથી લઈ રહી. કફ સિરપ અને નાસ લેવાથી પણ લોકોને રાહત નથી મળી રહી. છેલ્લા થોડા દિવસોમાં આ લક્ષણોથી ઝઝુમી રહેલા લોકોની ઘણી ખબરો સામે આવી રહી છે. સોશિયલ મીડિયા પર પણ લોકો શરદી-ખાંસી વાળા ઈન્ફેક્શનની વાત કરી રહ્યા છે. 

કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે એવી ખાંસી આવી રહી છે જે મટવાનું નામ નથી લઈ રહી. ICMRએ પણ આ નવા ઈન્ફેક્શનને લઈને ગાઈડલાઈન્સ જાહેર કરી છે. તેમાં જણાવવામાં આવી રહ્યું છે કે આ કોલ્ડ કફથી બચવા માટે કોવિડ વાળી સાવધાની રાખો. 

વાતાવરણમાં ફેરફારથી મુશ્કેલી 
ડોક્ટર્સનું કહેવું છે કે વાતાવરણમાં આવેલા અચાનક ફેરફારથી દિલ્હીની હોસ્પિટલોમાં વાયરલ ઈન્ફેક્શનના 30 ટકા દર્દી વધ્યા છે. 

આ વાયરલ સામાન્ય નથી. તેના કારણે દર્દીઓમાં ગળામાં દુખાવો, ખીચખીચ, ખાંસી, શ્વાસ લેવામાં મુશ્કેલી, શરદી અને તાવની ફરિયાદ જોવા મળી રહી છે. તેના દર્દીઓને સાજા થવામાં 30 દિવસનો સમય લાગી રહ્યો છે. 

ડૉક્ટરોને પણ થઈ રહ્યું ઈન્ફેક્શન 
ડૉક્ટરોએ સંગઠન ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશનના સંસ્થાપક સદસ્ય ડૉ. મનીષ ઝાંગડાને કહ્યું કે તેમના સર્કલમાં લભગ 30 ટકા ડોક્ટર તેના લપેટામાં આવી ગયા છે. તે પોતે છેલ્લા 20 દિવસથી બિમાર છે. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. 

કેસ સ્ટડી 1 
સ્વર્ણિમનું કહેવું છે કે હું 10 દિવસથી ખાંસી અને કફથી પીડિત છું. ડૉક્ટર પાસેથી દવા લીધી. એન્ટીબાયોટિક પણ લીધી પરંતુ તેમ છતાં અત્યાર સુધી ખાસી અને શરદી મટ્યા નથી. આ ખુબ જ અલગ છે. 

શું કહે છે એક્સપર્ટ? 
એક્સપર્ટ્સ અનુસાર હાલ આવા દર્દીઓની સંખ્યા ખૂબ વધી ગઈ છે. દર્દી તાવ, ખાંસી, ગળુ ખરાબ થવું જેવી ફરિયાદ લઈને આવી રહ્યા છે. તેનું કારણ વાતાવરણમાં અચાનક ફેરફાર, કોવિડ બાદ ઘટતી રોકપ્રતિકારક ક્ષમતા અને પ્રદૂષણ છે. 

એવામાં દર્દી સૌથી વધારે મહાનગરોમાં જ છે. તેમાંથી અમુક સ્વાઈન ફ્લૂની ફરિયાદ છે. ખાસ કરીને વૃદ્ધો અને કમજોર લોકોને બાકી લોકો કરતા વધારે સામાન્ય કોલ્ડ કફ છે. તેને સ્વાઈન ફ્લૂ ન સમજો. સાવધાની માટે બહાર જતી વખતે માસ્ક લગાવો. 

આ સવધાની રાખો

  • લક્ષણ દેખાવવા પર પોતાને આઈસોલેટ કરો
  • વારંવાર હાથ ધોવો
  • ભીડમાં માસ્ક પહેરો 
  • વૃદ્ધ અને બાળકોનું ધ્યાન રાખો 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ