બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Patidar leader naresh patel join Congress Prashant Kishor Gujarat election

BIG NEWS / નરેશ પટેલ કોંગ્રેસના 'મુખ્યમંત્રી' પદના હશે ઉમેદવાર, આ નેતાએ આખો ખેલ પાડ્યો, 15 માર્ચે VTVએ આપી હતી ખબર

Hiren

Last Updated: 05:10 PM, 30 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવતા સમાચાર સામે આવી રહ્યા છે. પાટીદાર આગેવાન કોંગ્રેસમાં જોડાઇ શકે છે અને કોંગ્રેસનો તે મુખ્યમંત્રી પદનો ચહેરો હોવાની પણ ચર્ચા છે.

  • નરેશ પટેલ પકડશે 'હાથ'
  • VTV NEWSની ખબર પર ફરી વાગી મ્હોર
  • 15 માર્ચના રોજ અહેવાલ પ્રસારીત કરાયો હતો

પાટીદાર આગેવાન નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર આજે બ્રેક લાગી શકે છે. VTV NEWSની ખબર પર મહોર વાગી શકે છે. VTVએ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગેની શક્યતાઓ દર્શાવી છે. કારણ કે પાટીદાર આગેવાન નરેશ પટેલનું કોંગ્રેસમાં જોડાવાનું નક્કી હોવાનું મનાઇ રહ્યું છે. લાંબા સમયથી નગેશ પટેલ રાજકારણમાં પ્રવેશે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હવે કોંગ્રેસ મોટો ખેલ પાડવાની તૈયારીમાં છે. ગુજરાત કોંગ્રેસમાં નરેશ પટેલને સર્વોચ્ચ સ્થાન મળે તેવી પૂર્ણ સંભાવનાઓ છે.

નરેશ પટેલ કોંગ્રેસ તરફથી CM પદના ઉમેદવાર બનશે

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેશ પટેલ કોંગ્રેસનો CM પદનો ચહેરો હશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સમગ્ર ઓપરેશન પાર પાડ્યુ છે. 15 માર્ચના રોજ VTV NEWS દ્વારા અહેવાલ પ્રસારીત કરાયો હતો.

કોંગ્રેસ નરેશ પટેલને ચુંટણી કેમ્પેનિંગ કમિટિના ચેરમેન બનાવશે

સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે, સત્તાવાર રીતે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત નહીં થાય. કોંગ્રેસ નરેશ પટેલને ચુંટણી કેમ્પેનિંગ કમિટિના ચેરમેન બનાવશે.

આ 3 બેઠકો પર નરેશ પટેલ હશે ઉમેદવાર

વિધાનસભાની ચૂંટણીમાં નરેશ પટેલ માટે બેઠક પણ નક્કી ના સંકેત છે. જેતપુર, ધોરાજી અને ગોંડલ આ ત્રણ બેઠકો પર નરેશ પટેલ ઉમેદવાર હોઈ શકે છે. કેટલાક કોંગ્રેસના ધારાસભ્ય બેઠક ખાલી કરી દેવા તૈયાર છે.

કેન્દ્રીય નેતાઓ નરેશ પટેલની સતત સંપર્કમાં છેઃ ડો.હેમાંગ વસાવડા
પાટીદાર અગ્રણી નરેશ પટેલનું કોંગ્રેસમાં આગમન નક્કી છે. કોંગ્રેસના પ્રદેશ અગ્રણી ડો.હેમાંગ વસાવડાએ આ અંગે કહ્યું કે, નરેશ પટેલને કોંગ્રેસ તરફ પહેલાથી જ લાગણી છે. નરેશ પટેલ કોંગ્રેસમાં આવશે તો અનુભવી લીડર કોંગ્રેસમાં આવશે. કેન્દ્રીય નેતાઓ નરેશ પટેલની સતત સંપર્કમાં છે. નરેશ પટેલ અને પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસના મુખ્ય ચહેરા બનશે.

'નરેશ પટેલ પોતે જાહેરાત ન કરે ત્યાં સુધી કંઇ ન કહી શકાય': જીતુ વાઘાણી
નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા અંગે જીતુ વાઘાણીએ કહ્યું કે, નરેશ પટેલ પોતે જાહેરાત ન કરે ત્યાં સુધી કંઇ કહી ન શકાય. બધાને પોતાનો નિર્ણય લેવાનો હક્ક છે. કોઈપણ પાર્ટી કોઈને પણ તેમની સાથે જોડી શકે છે. કોંગ્રેસ કોને લાવે છે એ એમનો નિર્ણય છે. ભાજપના લોકો વિશે કોંગ્રેસના નેતાઓ ખોટી વાતો ફેલાવે છે. નરેશભાઈ સમાજની સંસ્થાના અગ્રણી છે.

ઘણા દિવસથી PKની હતી ચર્ચા 
થોડા દિવસ પહેલા જ એવા સમાચાર આવ્યા હતા કે પ્રશાંત કિશોરને ગુજરાતમાં કોંગ્રેસનું કેમ્પેન કરવાની ઈચ્છા છે. તેમણે રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે બેઠક પણ કરી હતી ત્યારે કોંગ્રેસમાં એક બાદ એક અનેક બેઠકો બાદ આખરે રાહુલ ગાંધીએ PKને ગુજરાત પ્રચારની કમાન સોંપવાનો નિર્ણય ફાઇનલ કર્યો હોવાનું સૂત્ર તરફથી સામે આવી રહ્યું છે. ખાસ વાત છે કે PKની ગુજરાત કોંગ્રેસમાં એન્ટ્રીથી નરેશ પટેલ પણ કોંગ્રેસમાં જ જશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. 

નરેશ પટેલની શરત પૂરી 
નોંધનીય છે કે નરેશ પટેલ અને પ્રશાંત કિશોર વચ્ચે પહેલા પણ મુલાકાત થઈ ચૂકી છે અને નરેશ પટેલે કોંગ્રેસ સામે પણ પાર્ટીમાં જોડાવવા માટે શરત મૂકી હતી કે જો PKને પ્રચાર સોંપવામાં આવે તો જ તેઓ કોંગ્રેસમાં આવશે. એવામાં આ શરત હવે રાહુલ ગાંધી પૂરી કરવા જઈ રહ્યા છે.

નરેશ પટેલના કોંગ્રેસ પ્રવેશની અસર શું ? 

  • નરેશ પટેલ રાજકારણમાં આવે તો કોંગ્રેસને ફાયદો થાય
  • નરેશ પટેલ લેઉવા પાટીદાર સમાજનો સૌથી મોટો ચહેરો 
  • સૌરાષ્ટ્ર, સુરત અને મધ્ય ગુજરાતમાં લેઉવા પાટીદારની મોટી વસ્તી
  • નરેશ પટેલ જે પાર્ટીમાં જાય તે પાર્ટીને લેઉવા પાટીદાર મતનો ફાયદો થાય 
  • સૌરાષ્ટ્રની 25 સીટ પર પાટીદારોનું પ્રભુત્વ
  • નરેશ પટેલનો સૌરાષ્ટ્રની 25 સીટ પર પ્રભાવ
  • સુરતની 10 સીટ પર સૌરાષ્ટ્રના પાટીદારોનું પ્રભુત્વ
  • સુરતની 10 સીટ પર પણ નરેશ પટેલ પ્રભાવ પાડી શકે છે
  • સૌરાષ્ટ્રના લેઉવા પાટીદારનો ઝુંકાવ મહદઅંશે કોંગ્રેસ તરફી રહ્યો છે
  • 1995માં સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજ કોંગ્રેસ ભાજપમાં વહેચાય ગયો હતો 
  • નરેશ પટેલ આવે તો ફરી એક વાર લેઉવા પટીદાર કોંગ્રેસ તરફ વળી શકે છે 
  • નરેશ પટેલના આગમનથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની 15 સીટ પર અસર પડે 
  • અમદાવાદમાં પણ લેઉવા પાટીદારની વસ્તી મોટા પ્રમાણમાં છે

કોંગ્રેસ ઓબીસી- પટેલ રાજકારણ ખેલી શકે 

  • કોંગેસ 2022માં ઓબીસી-પટેલ થિયર પર કામ કરશે 
  • જગદિશ ઠાકોરને કોંગ્રેસ ઓબીસીના ચહેરા તરીકે આગળ કરશે
  • નરેશ પટેલને કોંગ્રેસ પાટીદાર સમાજના ચહેરા તરીકે મુકશે 
  • જગદિશ ઠાકોર ગુજરાતની સૌથી મોટી ઠાકોર કમ્યુનિટિમાંથી આવે છે 
  • કોળી અને ઠાકોર કોમ્યુનિટિ ગુજરાતના રાજકારણમાં વર્ષે સુધી એક ધરીમાં ચાલી છે 
  • માધવસિંહ સોલંકી બાદ પાટીદાર સમાજ કોંગ્રેસની વિમુક્ત થયો છે 
  • ફરી એકવાર કોંગ્રેસ નરેશ પટેલના માધ્યમથી પાટીદાર સમાજને પોતાની સાથે જોડશે
  • પાટીદાર સમાજમાં પણ કડવા અને લેઉવા સામસામેની ઘરી પર રહ્યા છે 
  • નરેશ પટેલના કોંગ્રેસ પ્રવેશથી લેઉવા પાટીદારને આકર્ષી શકે છે 
  • આ રીતે કોંગ્રેસ ગુજરાતની ત્રણ મોટી કોમ્યુનિટિને આકર્ષવા પ્રયાસ કરશે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ