બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / આરોગ્ય / papaya curd orange milk bitter gourd lemon foods combination dangerous for health

હેલ્થ ટિપ્સ / પપૈયાં ખાતા સમયે ક્યારેય ન કરવી જોઈએ આ 5 ભૂલ, ફાયદાની જગ્યાએ થશે નુકસાન

Bijal Vyas

Last Updated: 12:02 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પપૈયા ખાવાનું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ અમુક વસ્તુઓની સાથે ભૂલીને ના ખાવુ જોઇએ, આવો જાણીએ કઇ વસ્તુ સાથે પપૈયુ ખાવુ ખતરનાક હોઇ શકે છે

  • આ વસ્તુઓ સાથે પપૈયાનું સેવન ના કરવુ જોઇએ
  • પપૈયા સાથે આ ફળ ખાવાથી શરીરમાં ઝેર ઉત્પન્ન થઇ શકે છે
  • પપૈયુ ખાધા બાદ દૂધ એક કલાક બાદ જ પીવુ જોઇએ

ફળ ખાવાનુ દરેકને પસંદ હોય છે. ફળ ખાવાથી ફક્ત આપણા શરીરને જરુરી પોષણ મળે છે. ઉપરાંત આપણા શરીરનું સ્વાસ્થ્ય સારુ રહે છે. જો અમુક ફળોની સાથે અનેક રીતે કોમ્બિનેશન ટ્રાય કરવા લાગે છે. પરંતુ તેમને જાણ હોતી નથી કે અમુક ફળો એવા હોય છે, જેની સાથે અનેક વસ્તુઓ ખાવાથી બીજી વસ્તુનુ કોમ્બિનેશન કરવાથી મોટુ નુકસાન થઇ શકે છે. 

તેવુ જ એક ફળ છે પપૈયુ. જેની સાથે અમુક વસ્તુઓનું કોમ્બિનેશન ના કરવુ જોઇએ. પપૈયું આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. આનાથી પેટ સારું રહે છે, ત્વચામાં ચમક આવે છે. આ સિવાય પણ ઘણા ફાયદા છે. આવી સ્થિતિમાં આવો તમને તે ખાદ્ય પદાર્થો વિશે જણાવીએ જેની સાથે તમારે પપૈયું ક્યારેય ન ખાવું જોઈએ.

મહિલાઓએ ખાસ ખાવું જોઈએ કાચું પપૈયું- ફાયદા જાણીને તમે પણ રહી જશો દંગ |  Women should especially eat raw papaya - you too will be amazed at the  benefits

1. નારંગીઃ નારંગીનો રસ ખૂબ જ ફાયદાકારક છે. નારંગી ખાવું શરીર માટે પણ ફાયદાકારક છે. પરંતુ તમારે પપૈયુ અને નારંગી ક્યારેય એકસાથે ન ખાવા જોઈએ. આ બંને ફળ એકસાથે ખાવાનો અર્થ છે કે તમે શરીરમાં ઝેર ઉત્પન્ન કરી રહ્યા છો. આમ કરવાથી ઝાડા, કબજિયાત અને અપચો જેવી બીમારીઓ તમને તરત જ પકડી લેશે.

2. કારેલા: પપૈયું ખાવાથી શરીરમાં પાણીની માત્રા વધે છે. પરંતુ કારેલા તેનાથી વિપરીત કામ કરે છે, તે શરીરમાંથી પાણી શોષી લે છે. એટલા માટે પપૈયું અને કારેલાને એકસાથે ન ખાવા જોઈએ, કારણ કે આ બંને એકબીજાથી બિલકુલ વિરુદ્ધ છે. આ કોમ્બિનેશન એકસાથે ખાવાથી વડીલોને ભલે અસર ના થાય, પરંતુ બાળકો માટે તે ખૂબ જ જોખમી છે.

3. લીંબુઃ પપૈયાનું ફ્રૂટ ચાટ બનાવવું ખૂબ જ પોપ્યુલર બની ચુક્યુ છે. લોકો તેનો સ્વાદ વધારવા માટે તેમાં લીંબુ રસ નાંખે છે. પરંતુ આમ કરવાથી પેટ સારું રહેશે નહીં. જો તમે પપૈયા અને લીંબુના મિશ્રણ સાથે વસ્તુઓ ખાઓ છો, તો તમને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તમે બ્લડ સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે.

પપૈયાના બીજ ફેંકો નહીં આ રીતે કરો સેવન, પીરિયડ્સ, પેટમાં કૃમિની સમસ્યા અને  અન્ય ઘણી બીમારીઓ માટે છે રામબાણ ઈલાજ | amazing benefits of eating papaya  seeds

4. દહીંઃ પપૈયાની સાથે દહીં બિલકુલ ન ખાવું જોઈએ, કારણ કે જ્યાં પપૈયાની તાસીર ગરમ હોય છે ત્યાં દહીંની તાસીર ઠંડી હોય છે. આ જ કારણ છે કે બંનેનું એકસાથે સેવન કરવું શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. પપૈયું અને દહીં ખાવાથી શરદી, ખાંસી અને માથાનો દુખાવો થાય છે. જો કે, પપૈયું અને દહીં થોડા કલાકોના અંતરે ખાઈ શકાય છે.

5. દૂધ: શરીરને દૂધમાંથી કેલ્શિયમ મળે છે, જે હાડકાં માટે જરૂરી છે. પરંતુ જો તમે પપૈયા સાથે દૂધ પીવાનું શરૂ કરો છો, તો તમને કબજિયાત અને ઝાડા થઈ શકે છે. પેટમાં ખેંચાણની સમસ્યા પણ જોવા મળે છે. જો તમારે પણ દૂધ પીવું હોય તો તમારે પપૈયુ ખાધાના એક કલાક પછી પીવું જોઈએ.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ