બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / 'Pant is not the first choice', coach Dravid said a big thing about Rishabh Pant before the T20 World Cup

ક્રિકેટ / 'પંત પહેલી પસંદ નથી', કોચ દ્રવિડે T20 વર્લ્ડકપ પહેલા ઋષભ પંતને લઈને કહી દીધી મોટી વાત

Megha

Last Updated: 12:03 PM, 4 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઋષભ પંતને પાકિસ્તાન સામે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ન મળવાને લઈને ઘણી ચર્ચા થઈ હતી.પણ હાલ મળતી જાણકારી પરથી એવું લાગી રહ્યું છે કે તેને ટી20 ફોર્મેટમાંથી તેનું ડિમોશન કરવામાં આવ્યું છે.

  • ઋષભ પંતને પાકિસ્તાન સામે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ન મળ્યું 
  • પંત હાલ ટી20 ફોર્મેટમાં પહેલી પસંદના વિકેટકીપર નથી
  • પંત સિવાય ટીમ ઈન્ડિયામાં દિનેશ કાર્તિક સિનિયર વિકેટકીપર છે

એશિયા કપમાં ભારતીય ક્રિકેટ ટીમની પહેલી મેચમાં ઋષભ પંતને પાકિસ્તાન સામે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન ન મળવાને લઈને ઘણી ચર્ચા થઈ હતી. બધા જાણે છે કે ઋષભ પંતને ટીમ ઈન્ડિયાનો હાલનો નંબર વન વિકેટકીપર માનવામાં આવે છે અને આવી સ્થિતિમાં તેને ડ્રોપ કરવા પર ઘણા સવાલો ઉભા થયા હતા. પણ હાલ મળતી જાણકારી પરથી એવું લાગી રહ્યું છે કે તેને ટી20 ફોર્મેટમાંથી તેનું ડિમોશન કરવામાં આવ્યું છે. 

આજે ટીમ ઈન્ડિયા ફરી એક વખત પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરવા જઈ રહી છે. આ મેચ પહેલા ટીમ ઇંડિયન કોચ રાહુલ દ્રવિડે પ્રેસ કોન્સફરન્સમાં સાફ સાફ કહી દીધું હતું કે પંત હાલ ટી20 ફોર્મેટમાં પહેલી પસંદના વિકેટકીપર નથી. પંત સિવાય ટીમ ઈન્ડિયામાં દિનેશ કાર્તિક સિનિયર વિકેટકીપર છે. જે બંને મેચમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો રહ્યા છે. 

મુખ્ય કોચ દ્રવિડે આવતા મહિને યોજાનાર T20 વર્લ્ડ કપ તરફ ઈશારો કરતા કહ્યું હતું કે, “ટીમમાં કોઈ પ્રથમ પસંદગીનો વિકેટકીપર નથી. અમે પરિસ્થિતિઓ, મેદાનની સ્થિતિ અને વિરોધી ટીમ અનુસાર રમીએ છીએ અને તે મુજબ બેસ્ટ ઇલેવન પસંદ કરીએ છીએ." 

સાથે જ રાહુલ દ્રવિડે એમ પણ કહ્યું હતું કે, "દરેક પરિસ્થિતિ માટે પહેલી પસંદગીની પ્લેઈંગ ઈલેવન ન હોય શકે. તે બદલાતી રહેશે. તે દિવસે પાકિસ્તાન સામેના મેચમાં અમને લાગ્યું કે દિનેશ કાર્તિક એ મેચ માટે યોગ્ય પસંદગી છે." 


 
ટેસ્ટ ક્રિકેટમાં અને હવે ODI ક્રિકેટમાં પણ ઋષભ પંતે પ્લેઈંગ ઈલેવનમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે અને તે હાલ નંબર વન વિકેટકીપર છે પરંતુ T20માં દિનેશ કાર્તિકની વાપસીએ તેની જગ્યા મુશ્કેલીમાં મૂકી છે.  2022માં પંતે 13 T20 ઈન્ટરનેશનલ ઈનિંગ્સમાં માત્ર 260 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ માત્ર 135 રનનો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ