બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:19 PM, 27 February 2021
ADVERTISEMENT
આધાર-પેનને લિંક કરવાની પ્રક્રિયા ખુબ જ આસાન છે. તેમાં માત્ર કેટલીક મિનીટ લાગશે અને ઘરે બેઠા તમારુ કામ થઇ જશે. તે લોકોની મુશ્કેલી વધી ગઇ છે જેમની ડિટેઇલ્સ આધાર અને પેન કાર્ડ બંનેમાં અલગ અલગ છે.

ADVERTISEMENT
જો તમારો ડેટા પણ મિસમેચ થાય છે તો તમારે બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન વિકલ્પ અપનાવવો પડશે. તેના માટે તમારે NSDL પોર્ટલથી સીડિંગ રિકવેસ્ટ ડાઉનલોડ કરવી પડશે અને નજીકના પેનસેન્ટર જઇને ઓફલાઇન બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન પૂરી કરવી પડશે.
બીજો ઓપ્શન
તમારી પાસે બીજો ઓપ્શન તે છે કે 1 પાનાનું આસાન ફોર્મ લઇને તેમાં પેન નંબર આધાર નંબર અને બંને ડૉક્યુમેન્ટમાં રહેલા નામ ભરવા પડશે. તે સિવાય જ્યારે પણ તમે આધાર અને પેન લિંક કરો તે પહેલા કોઇ પણ એક ડોક્યુમેન્ટમાં જરૂરી જાણકારીને અપડેટ કરી લો. તેને પુરુ કર્યા બાદ જ તમે ઓનલાઇન આધાર પેન-આધાર લિંક કરી શકશો.
ADVERTISEMENT
પેન-આધાર લિંક નહી હોય તો શું થશે
પરમેનન્ટ અકાઉન્ટ નંબર એટલે કે PANને આધારથી લિંક કરાવવાની ડેડલાઇન 31 માર્ચ 2021 છે. જો તમે ત્યાં સુધી પાન લિંક નહી કરાવ્યું તો 1 એપ્રિલ 2021થી તેને ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે. બાદમાં પાનકાર્ડને એક્ટિવેટ કરાવવા માટે ભારે દંડ ભરવો પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.