બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / Pakistan's slogans were used in Congress's Join India Yatra?

વિવાદિત / કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં લાગ્યા હતા પાકિસ્તાનના નારા? મધ્યપ્રદેશ પોલીસે લીધા મોટા એક્શન

Priyakant

Last Updated: 05:27 PM, 27 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશ પોલીસે કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' દરમિયાન પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવા બદલ અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો

  • ભારત જોડો યાત્રા દરમિયાન કથિત પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર બદલ કાર્યવાહી 
  • મધ્યપ્રદેશ પોલીસે અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો
  • 2 દિવસ પહેલા આ 21 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો 
  • વીડિયોના અંતમાં કથિત રીતે 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા સંભળાય છે

કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલ મધ્યપ્રદેશમાં છે. તેવામાં હવે મધ્યપ્રદેશ પોલીસે કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' દરમિયાન પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવા બદલ અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે. ખરગોનના એસપી ધરમવીર સિંહ યાદવે જણાવ્યું કે, શનિવારે સનાવડ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો વિરુદ્ધ કલમ 153(બી) અને 188 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આ મામલાની તપાસ ચાલી રહી છે, તેથી હાલમાં આ મામલે વધુ માહિતી શેર કરી શકાતી નથી.

મહત્વનું છે કે, 2 દિવસ પહેલા આ 21 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. લગભગ 21 સેકન્ડના આ વિવાદાસ્પદ વીડિયોમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથ ચાલતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોના અંતમાં કથિત રીતે 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા સંભળાય છે.
 
વિગતો મુજબ આ વીડિયો 25 નવેમ્બરની સવારનો છે, જ્યારે 'ભારત જોડો યાત્રા' ખરગોન જિલ્લાના સનાવડ વિસ્તારના ભાનભરડ ગામમાંથી પસાર થઈ રહી હતી. હવે આ યાત્રા મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લામાં પ્રવેશી છે. આ વીડિયો સામે આવ્યા બાદ ભાજપ અને કોંગ્રેસમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસનું કહેવું છે કે, આ એક નકલી વીડિયો છે, જેના દ્વારા ભાજપ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની પદયાત્રાને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે.

શું કહ્યું કોંગ્રેસે ? 

કોંગ્રેસના મધ્ય પ્રદેશ એકમના મીડિયા પ્રભારી કેકે મિશ્રાએ દાવો કર્યો છે કે, આ વીડિયો સાચો નથી અને તેની સામગ્રી સાથે છેડછાડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ભાજપ રાહુલ ગાંધીના નેતૃત્વમાં 'ભારત જોડો યાત્રા'ની સફળતાથી ડરી ગઈ છે. જેના કારણે તેમણે ફેક વીડિયો બનાવીને આ યાત્રાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. મિશ્રાએ કહ્યું કે, આ મામલે ખોટા દાવા કરવા બદલ મધ્યપ્રદેશ બીજેપીના મીડિયા પ્રભારી લોકેન્દ્ર પરાશર, જેમણે આ નકલી વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો હતો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

શું કહ્યું ભાજપે ? 

આ તરફ મધ્ય પ્રદેશ બીજેપી (BJP) પ્રવક્તા પંકજ ચતુર્વેદીનું કહેવું છે કે, આ વીડિયો 25 નવેમ્બરે સવારે 8.52 વાગ્યે પ્રદેશ કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો હતો. બાદમાં જ્યારે તેમાં પાકિસ્તાન તરફી નારા સંભળાયા ત્યારે કોંગ્રેસે તે વીડિયોને તેના ટ્વિટર હેન્ડલ પરથી હટાવી દીધો હતો. ચતુર્વેદીએ સવાલ કર્યો કે, જ્યારે વિડિયોમાં કોઈ વાંધાજનક કન્ટેન્ટ નથી તો કોંગ્રેસે તે ટ્વીટને તેના ટ્વિટર હેન્ડલ પરથી કેમ હટાવી દીધું. આ કોંગ્રેસનું બેવડું ધોરણ દર્શાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ