17 વર્ષો બાદ ઇંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનમાં ટેસ્ટ સીરીઝ રમવા માટે પહોંચી અને શરૂઆતમાં ખેલાડીઓની તબીયત ખરાબ થયાં બાદ તેના બેટ્સમેને પાકિસ્તાનની ધૂળ ચટાવી દીધી.
ઇંગ્લેન્ડની ટીમે મેચમાં સ્કોરનો રેકોર્ડ કર્યો બ્રેક
145 વર્ષનાં ઇતિહાસમાં પહેલીવાર સ્કોર 500ને પાર
પહેલા જ દિવસે રન થયાં 506
પાકિસ્તાનાં બોલરોની કરી જોરદાર ધૂલાઇ
ઇંગ્લેન્ડએ પોતાના હોસ્ટ દેશનો એવો ફાયદો ઉઠાવ્યો કે ઐતિહાસિક ટેસ્ટ સીરીઝનાં પહેલાં જ ધમાકેદાર બેટિંગ કરી રેકોર્ડનો ઝંડો લગાવી દીધો હતો. રાવલપિંડીનાં પિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં તમામ આશંકાઓની વચ્ચે મેચ પોતાના સમય પર શરૂ થઇ. મેચ શરૂ થયાની થોડી ક્ષણો પહેલાં જ ઇંગ્લિશ ટીમનાં 12-13 ખેલાડીઓનાં ખરાબ સ્વાસ્થ્યને કારણ મેચ સમય પર શરૂ ન થવાની આશંકા હતી પરંતુ જ્યારે મેચ શરૂ થઇ ત્યારે પિચ જોઇને ઇંગ્લિશ બેટ્સમેનની તબીયત સારી થઇ અને પછી તેમણે જે બેટિંગ કરી છે તેનાથી 100 વર્ષથી પણ પહેલાનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
આ ખેલાડીએ રમી શાનદાર મેચ
'બાઝબોલ' નામના એક વ્યક્તિની સાથે છેલ્લા પાંચ મહિનાથી ટેસ્ટ ક્રિકેટમાં ધૂમ મચાવી રહેલી ઈંગ્લિશ ટીમને લઇને બધાંની નજર પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની આ મેચ પર હતી. તમામનાં મનમાં પ્રશ્ન હતો કે પાકિસ્તાનની સામે આ ઇંગ્લિશ ટીમ કેવું રમશે? પરંતુ આ ટીમે એકદમ સપાટ પિચનો ફાયદો ઉઠાવી અને પહેલાં દિવસે માત્ર 75 ઓવરનાં ખેલમાં 506 રન ફટકારી દીધાં હતાં.
4 વિકેટનાં નુક્સાન પર 506 રન
ઇંગ્લેન્ડે પહેલા દિવસે જ માત્ર 4 વિકેટનાં નુક્સાન પર 506 જેટલા રન બનાવ્યાં હતા. આ રીતે કોઇ પણ ટીમે ટેસ્ટનાં પહેલા જ દિવસે 500નો આંક પાર કર્યો નથી. ટેસ્ટ ક્રિકેટનાં આશકે 145 વર્ષનાં ઇતિહાસમાં આ પહેલો મોકો હતો કે જ્યાં આવો સ્કોર ઇંગ્લિશ ટીમે કર્યો છે.
1910માં આવી મેચ રમાણી હતી
ઇંગ્લેન્ડથી પહેલા કોઇ ટેસ્ટમેચનાં પહેલા જ દિવસે સૌથી વધુ રનોનો રેકોર્ડ 494 રન હતો જે 1910ની સાલમાં સિડની ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાનાં સાઉથ આફ્રિકાની વિરૂદ્ધ બનાવ્યો હતો. ઇંગ્લેન્ડે 75 ઓવરની અંદર જ 500 પાર સ્કોર કરી રેકોર્ડ બ્રેક કર્યો છે.
પાકિસ્તાની બોલરની થઇ ધૂલાઇ
ઇંગ્લેન્ડનાં ચાર બેટ્સમેન- જેક ક્રોલી, બ્રેન ડકેટ, ઑલી પોપ અને હેરી બ્રૂકએ મેચનાં પહેલા જ દિવસે શતક ઠોકી દીધેલ છે. ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર એવું બન્યું કે પહેલાં જ દિવસે 4 શતક સુધી સ્કોર પહોંચ્યો હોય. ઓપનિંગમાં જેક ક્રોલીએ માત્ર 86 બોલમાં શતક ફટકાર્યા. ક્રોલી અને બેન ડકેટની ઓપનિંગની જોડીએ માત્ર 136 બોલમાં 150 રનો કરી પોતાની ઓપનિંગ પાર્ટનરશિપ પૂરી કરી લીધી.