બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / P Bharati EC requested urban people to vote
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભા ફેઝ 2 અંગે EC પી.ભારતીએ લોકો માટે એક સંદેશો આપ્યો છે જેમાં તે શહેરી મતદારોને ખાસ વોટ આપવા વિનંતી કરી રહી છે. આ સિવાય પણ તેમણે ચૂંટણી અને મતદાનલક્ષી કેટલીક બાબતોની જાણકારી જનતાને આપી છે.
ADVERTISEMENT
વોટર ઇન્ફરમેશન સ્લીપ આધાર નથી- EC
તેમણે કહ્યું, 'અમે ઘરે ઘરે જઇને બુથ લેવલ ઓફિસર્સ દ્વારા વોટર ઇન્ફરમેશન સ્લીપ્સની વહેંચણી કરી છે. તેમણે જનતાને વિનંતી કરતાં કહ્યું કે વોટર ઇન્ફરમેશન સ્લીપ્સ માત્ર માહિતી માટે છે તેમાં માત્ર પોલિંગ સ્ટેશનની ડિટેલ છે. તે આધાર નથી. વોટિંગ માટે આધાર કે ડ્રાઇવિંગ લાઇસેન્સ જેવા ડોક્યુમેન્ટ જ લઇ જવાના રહેશે.'
IMPORTANT TO NOTE FOR PHASE -2 POLLING
— Chief Electoral Officer, Gujarat (@CEOGujarat) December 3, 2022
1. TIME IS 8AM TO 5PM NOT 6PM
2. MOBILE PHONE IS NOT ALLOWED IN THE BOOTH
3. VOTER INFORMATION SLIP IS ONLY FOR THE INFORMATION NOT A VALID PROOF OF IDENTITY
ADVERTISEMENT
મોબાઇલની સખ્ત મનાઇ!
તેમણે આગળ કહ્યું કે, 'મતદાન મથકની અંદર મોબાઇલ લઇ જવાની સખ્ત મનાઇ છે. મોબાઇલ ફોનમાં આધારનો ફોટો પણ નહીં ચાલે કારણકે મતદાન મથકની અંદર ફોન લઇ જવાની જ મનાઇ છે. ' તેથી મતદારોએ પોતાનાં આધારની હાર્ડકોપી સાથે રાખવી.
ADVERTISEMENT
શહેરી મતદારોમાં જોવા મળતી નિરાશા પર વાત
EC એ કહ્યું કે 'મતદાનનો સમય 8 થી 5 જેટલો સમય છે. અને કેટલાક સ્થળો પર 5 વાગ્યા બાદ પણ વોટરો વોટ આપવા આવે છે. ડેટા એનાલીઝીઝ પછી જોવા મળ્યું કે ગામડાઓમાં વધુ મતદાન થયું છે અને શહેરોમાં ઓછું મતદાન થયું જોવા મળ્યું છે. મારી વિનંતી છે કે ખાસ શહેરોમાં કામમાંથી થોડો સમય કાઢી અને મતદાન કરવા આવીએ અને લોકશાહીનાં અવસરમાં ભાગીદાર બનીએ.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.