બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / Only 5 veteran leaders do not have faith in the election of the chairman

નિષ્પક્ષતા પર સવાલ / કોંગ્રેસમાં ફરી લેટર બોમ્બ! 5 દિગ્ગજ નેતાઓને જ અધ્યક્ષની ચૂંટણી પર નથી વિશ્વાસ, પત્ર લખીને જુઓ શું કહ્યું

Priyakant

Last Updated: 09:21 AM, 10 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

5 દિગ્ગજોએ પાર્ટીના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટી (CEA)ના વડા મધુસુદન મિસ્ત્રીને PCCની મતદાર યાદી ચૂંટણી સહભાગીઓ અને સંભવિત ઉમેદવારોને પ્રદાન કરવા કહ્યું

  • કોંગ્રેસના 5 દિગ્ગજ નેતાઓને જ અધ્યક્ષની ચૂંટણી પર નથી વિશ્વાસ
  • 5 સભ્યોએ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયાની નિષ્પક્ષતા-પારદર્શિતા અંગે ચિંતા વ્યક્ત કરી 
  • શશિ થરૂર, મનીષ તિવારી, કાર્તિ ચિદમ્બરમ, પ્રદ્યુત બારડોલોઈ અને અબ્દુલ ખાલિકે લખ્યો પત્ર 

કોંગ્રેસના પાંચ લોકસભા સભ્યોએ પક્ષ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયાની નિષ્પક્ષતા અને પારદર્શિતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પાર્ટીના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટી (CEA)ના વડા મધુસુદન મિસ્ત્રીને પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC)ની મતદાર યાદી ચૂંટણી સહભાગીઓ અને સંભવિત ઉમેદવારોને પ્રદાન કરવા વિનંતી કરી છે. વિગતો મુજબ પાર્ટીના સાંસદો શશિ થરૂર, મનીષ તિવારી, કાર્તિ ચિદમ્બરમ, પ્રદ્યુત બારડોલોઈ અને અબ્દુલ ખાલિકે મિસ્ત્રીને પત્ર લખીને આ અંગે વિનંતી કરી છે. 

આ પત્ર કોંગ્રેસની 'ભારત જોડો' યાત્રાના એક દિવસ પહેલા 6 સપ્ટેમ્બરે લખવામાં આવ્યો હતો. આ સાંસદોએ અગાઉ આ યાદીને સાર્વજનિક કરવા વિનંતી કરી હતી, જેનો મિસ્ત્રીએ સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો. હવે આ સાંસદોએ તેમના પત્રમાં કહ્યું છે કે, તેમનો કહેવાનો અર્થ એ નથી કે,  પાર્ટીના કોઈપણ આંતરિક દસ્તાવેજને એવી રીતે જારી કરવામાં આવે કે તેનો કોઈપણ રીતે દુરુપયોગ થઈ શકે. આ સાથે ઉમેર્યું હતું કે, અમારો અભિપ્રાય છે કે, પ્રમુખની ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં, રાજ્ય કોંગ્રેસ સમિતિની ઇલેક્ટોરલ કૉલેજની સૂચિ મતદારો અને મતદાનમાં ભાગ લેનારા સંભવિત ઉમેદવારોને પ્રદાન કરવી જોઈએ.  

મહત્વનું છે કે, ગયા મહિને કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ 28 ઓગસ્ટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પાર્ટી અધ્યક્ષની ચૂંટણી માટે મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા વિશે જાણવા માગ્યું હતું. જોકે બાદમાં પાર્ટીએ કહ્યું કે, આ બેઠકમાં કોઈ નેતાએ કોઈ પ્રશ્ન ઉઠાવ્યો નથી. 

ઈલેક્ટોરલ કોલેજની યાદીને સાર્વજનિક કરવાની માંગને ફગાવી દેતા મિસ્ત્રીએ કહ્યું હતું કે, પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી સંબંધિત સમગ્ર પ્રક્રિયા ન્યાયી, પારદર્શક અને કોંગ્રેસના બંધારણ મુજબ હતી અને મતદારો (પ્રતિનિધિઓ)ની યાદી જાહેર કરવામાં આવી નથી. પરંતુ તે ઉમેદવારોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમ અનુસાર પાર્ટી અધ્યક્ષ પદની ચૂંટણી માટે 22 સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પાડવામાં આવશે. 24 સપ્ટેમ્બરથી ઉમેદવારી નોંધાવી શકાશે અને જો એકથી વધુ ઉમેદવારો હશે તો 17 ઓક્ટોબરના રોજ મતદાન થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ