બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / One out of every three people in rural India is poor, more than 50 per cent of the population in these state

OMG / ભારતના ગામડાઓમાં દર ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિ ગરીબ, આ રાજ્યમાં તો 50 ટકા કરતા વધુ ગરીબની વસ્તી

Last Updated: 07:53 PM, 2 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતનો ગરીબીનો રીપોર્ટ આવ્યો જેમાં ઘણા રાજ્યોમાં 50 ટકાથી વધુ ગરીબી જોવા મળી હતી. સૌથી વધુ મોબાઈલ ફોનના વપરાશમાં ઉછાળો જોવા મળ્યો છે.

  • શહેરોમાં 8 ટકા લોકો ગરીબ
  • ભારતની 25 ટકા વસ્તી ગરીબ
  • બિહારની 52 ટકા અને ઝારખંડની 42 ટકા વસ્તી ગરીબ

ભારતના ગામડામાં દર ત્રીજી વ્યક્તિ ગરીબ છે
ભારતનાં ગામડાંઓમાં વસતા ૩૩% લોકો એટલે કે દર ત્રીજી વ્યક્તિ અત્યંત ગરીબ છે. જ્યારે શહેરોમાં 8 ટકા લોકો ગરીબ છે. પૈસાના આધારે અહીં ગરીબીનો આંકડો કાઢવામાં આવતો નથી. પણ તેમનું ભોજન કેવું છે? કેટલા શાળાએ જઈ રહ્યા છે? વીજળી ની સ્પલાય છે કે નથી ? બાળક અને માતાનું સ્વાસ્થ્ય, પાણીની સુવિધા, બેંક એકાઉન્ટ છે નહીં? આ આધાર પર ગરીબીનો આંક કાઢવામાં આવ્યો છે. આને Multi dimensional poverty કહેવામાં આવે છે. આ આધાર પર ભારતની 25 ટકા વસ્તી ગરીબ છે.

બિહારમાં 52% વસ્તી ગરીબ છે
રાજ્યોની વાત કરીએ તો બિહારની 52 ટકા અને ઝારખંડની 42 ટકા વસ્તી ગરીબ છે. આ પછી મધ્ય પ્રદેશનો નંબર આવે છે જ્યાં સુવિધાઓના અભાવે 36 ટકા લોકો ગરીબ છે. દેશની રાજધાની દિલ્હીમાં આ સુવિધાઓના અભાવે લગભગ 5 ટકા લોકો ગરીબ છે. હાલમાં જ જાહેર થયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ઓફ ઇન્ડિયા અનુસારના આંકડાઓ આવું જ કહે છે. 

ગામડાઓમાં હજુ એસી અને કૂલર નથી 
ગરમીથી પંખાના વેચાણમાં વધારો થયો છે. પરંતુ એસી અને કુલર જેવી વસ્તુઓ હજી પણ ગામડાઓની પહોંચી નથી. 2005માં, ગામના 38% ઘરોમાં પંખાની સુવિધા હતી, જ્યારે શહેરોમાં લગભગ 85% ઘરોમાં પંખા હતા. 2021 માં, શહેરોમાં 96% ઘરોમાં પંખા હતા, અને ગામડાઓમાં 84% ઘરોમાં હવે પંખા છે. કુલ મળીને 89 ટકા ઘરોમાં હવે પંખાની સુવિધા છે. પરંતુ એસી અને કૂલરની બાબતમાં એવું નથી. વર્ષ 2015માં 33 ટકા શહેરી ઘરોમાં એસી અથવા કૂલરની સુવિધા હતી. વર્ષ 2015 સુધી ગામમાં માત્ર 10 ટકા ઘર એવા હતા કે એસી કે કુલરની સુવિધા અસ્તિત્વમાં હતી. 2021 સુધીમાં, ભારતના 40% શહેરી ઘરોમાં એસીની સુવિધા છે. ગામમાં  હજુ પણ 16 ટકાથી પણ ઓછા ઘરમાં એસી કે કુલર છે.

ભારતમાં કેટલી ગરીબી ?

વોશિગ મશીન અને ફ્રીજનો વપરાશ 
ફ્રીજ અને વોશિંગ મશીન ગામડાઓના પરિવારો માટે માત્ર એક સ્વપ્ન સમાન છે. ગામમાં એક ચતુર્થાંશથી પણ ઓછા પરિવારોમાં આવી સુવિધાઓ છે. વર્ષ 2005માં 34 ટકા શહેરોમાં ફ્રિજ હતું, પરંતુ ગામમાં માત્ર 6 ટકા લોકો પાસે જ ફ્રિજ હતું. 2021માં એટલે કે 15 વર્ષમાં આ સીન બદલાઇ ગઇ છે. હવે શહેરોમાં 64 ટકા લોકો પાસે ફ્રિજ છે, જ્યારે ગામમાં માત્ર 25 ટકા લોકો પાસે જ ફ્રીઝ છે. એટલે કે માત્ર ચોથા ભાગના લોકો પાસે જ ફ્રિજ હોય છે. ભારતના શહેરોમાં માત્ર 36 ટકા લોકો અને ગામના માત્ર 9 ટકા લોકો પાસે વોશિંગ મશીન છે.

ભારત સૌથી વધુ ટુ-વ્હીલર પર સવારી કરે છે  
દેશમાં સૌથી વધુ વાહનો દિલ્હીમાં છે, પરંતુ દિલ્હી અને સમગ્ર ભારતની સ્થિતિ સાવ અલગ છે. અડધું ભારત હજી પણ દ્વિ-ચક્રી પર સવારી કરે છે. વર્ષ 2005માં 30.5 ટકા લોકો પાસે શહેરોમાં સ્કૂટર કે અન્ય કોઇ ટુ-વ્હીલર હતું અને ગામડાઓમાં માત્ર 10 ટકા લોકો પાસે ટુ-વ્હીલર હતા. પરંતુ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના લેટેસ્ટ આંકડા મુજબ શહેરોમાં 60 ટકા લોકો અને ગામડાઓમાં 44 ટકા લોકો પાસે ટુ-વ્હીલર એટલે કે સ્કૂટર કે બાઈક કે સ્કૂટી છે. 2005માં શહેરોમાં માત્ર 6 ટકા લોકો પાસે જ કાર હતી. ગામના માત્ર 1% ઘરોમાં જ કાર ચલાવવામાં આવતી હતી. એટલા માટે પહેલા જ્યારે ગામમાં કાર આવતી હતી ત્યારે લોકો તેને આશ્ચર્યથી જોતા હતા, બાળકો કારની પાછળ દોડતા હતા. આ હવે થોડું બદલાયું છે. 2021 મુજબ, શહેરમાં 14% થી પણ ઓછા ઘરોમાં કાર છે. ગામના માત્ર 4.4 ટકા ઘરોમાં જ કાર નસીબ છે.

લેન્ડલાઈન ફોનનું અસ્તિત્વ જ જતું રહ્યું  
ભારતમાં લેન્ડલાઇન ફોનનું સ્થાન હવે મોબાઇલ ફોને લીધું છે. 31 જુલાઈ, 1995ના રોજ કોંગ્રેસ સરકારના દૂરસંચાર મંત્રી સુખ રામે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જ્યોતિ બસુને પહેલો મોબાઈલ ફોન કર્યો હતો. તે સમયે 8 રૂપિયા પ્રતિ મિનિટનો કોલ થતો હતો. બંને ફોન નોકિયા કંપનીના હતા. ત્યારબાદ ભારતમાં મોબાઈલ ફોન અને પછી સ્માર્ટ ફોનનો જમાનો આવ્યો. ભારતમાં સ્માર્ટફોન યુઝર્સની સ્પીડ જેટલી ઝડપથી વધી તેટલી જ ઝડપથી લેન્ડલાઇન ફોન પણ ગાયબ થઇ ગયો હતો. 2005 સુધીમાં ભારતમાં માત્ર 15 ટકા લોકો પાસે જ લેન્ડલાઇન ફોન બચ્યા હતા. 2022માં ભારતમાં માત્ર 2 ટકા લોકો જ લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરે છે. 2005માં 10 માંથી માત્ર 2 ભારતીયો પાસે જ મોબાઇલ ફોન હતો. ભારતમાં આજે 75 કરોડ લોકો પાસે ઓછામાં ઓછો એક સ્માર્ટફોન છે, એટલે કે દર 10માંથી 6 લોકો પાસે એક સ્માર્ટફોન છે. જો આપણે બેઝિક ફોનને જોડીએ તો ભારતમાં 95 ટકા લોકો પાસે મોબાઇલ ફોન છે. ડેલોઇટ કંપનીના જણાવ્યા અનુસાર, ભારતમાં 2026 સુધીમાં 100 મિલિયન લોકો પાસે સ્માર્ટફોન હશે.

મોબાઈલ ફોનનો વપરાશ ઝડપી વધ્યો
2005માં ભારતમાં 36 ટકા શહેરી વસતી પાસે મોબાઇલ ફોન હતો. જ્યારે ગામના 7 ટકા લોકો પાસે મોબાઈલ ફોન હતો. 2015માં 96 ટકા શહેરી લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરનારા બન્યા હતા. ગામમાં 87 ટકા લોકો પાસે મોબાઈલ ફોનની સુવિધા હતી. 2021 માં, શહેરોના મોબાઇલ ફોન વપરાશકારોની સંખ્યામાં ગામડાઓ કરતા વધુ ફેરફાર થયો. 2021 માં શહેરોમાં 96.7% અને ગામડાઓમાં 91.5% લોકો મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Air Condition Bihar Cooler India Mobile Phone Two Wheelers rural poor poverty in india
MayurN
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ