બ્રેકિંગ ન્યુઝ
VTV / one kg gold recovered from passenger stomach arrested from kerala
Pravin
Last Updated: 11:23 AM, 21 September 2022
ADVERTISEMENT
દુબઈનો એક મુસાફર પેટમાં એક કિલોગ્રામથી વધારે સોનાની ચાર કેપ્સૂલ લઈ જઈ રહ્યો હતો, તેને સોમવારે કેરલના કરીપુર એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવામાં આવ્યો છે. આરોપીની ઓળખાણ રાજ્યના મલપ્પુરમ જિલ્લાના વરિયામકોડના મૂળ નિવાસી નૌફલ (36) તરીકે થઈ છે. નૌફલ સોમવારે દુબઈના કરીપુર એરપોર્ટ પર પહોંચ્યો હતો. તેને પેટમાં ચાર કેપ્સૂલ છુપાવીને 1.063 કિલો સોનું તસ્કરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેના શરીર અને સામાનનું ચેકીંગ કર્યું, પણ સોનું શોધવામાં નિષ્ફળ રહ્યા.
ત્યાર બાદ તેને કોંડોટ્ટીની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મેડીકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એક્સરેમાં તેના પેટની અંદર સોનાની ચાર કેપ્સૂલ હોવાનું સામે આવ્યું હતું. છેલ્લા અમુક મહિનામાં કરીપુર એરપોર્ટ પર સોનાની તસ્કરીનો આ 59મો કિસ્સો છે.
ADVERTISEMENT
આ અગાઉ જયપુર એરપોર્ટ પર 1 કિલો સાનું જપ્ત કરવામાં આવ્યું હતું. તેની કિંમત લગભગ 55 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. સોનાની ત્રણ અલગ અલગ તસ્કર શાહજહાંથી લઈને આવ્યા હતા. ત્રીજો જણ સોનાના ચાર બોલ ગળી ગયો હતો. તેને હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો. ડોક્ટરની મદદથી તેના પેટમાંથી સોનું બહાર કાઢવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.