Omicron does not even tie immunity: Gujarat government's expert committee
BIG NEWS /
કોરોનાને સામાન્ય ફ્લૂ ન સમજતા, ઓમિક્રોન ઈમ્યુનિટીને પણ ગાંઠતો નથી : ગુજરાત કોવિડ ટાસ્ક ફોર્સ
Team VTV01:09 PM, 19 Jan 22
| Updated: 01:12 PM, 19 Jan 22
અમદાવાદમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસો નોંધાતા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે.
અમદાવાદમાં કોરોના સંક્રમણની સ્પીડમાં રોકેટ ગતિએ વધારો
આપણે ત્રીજી લહેરમાં પ્રવેશ કરી લીધો છે
રાજ્ય સહિત દેશમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
અમદાવાદમાં કોરોના સંક્રમણની સ્પીડમાં રોકેટ ગતિએ વધારો
અમદાવાદમાં મંગળવારે કોરોનાના રેકોર્ડબ્રેક કેસો નોંધાવાની સાથે ત્રણ કોરોના સંક્રમિત દર્દીના મોત થવા પામ્યા હતા. આમ શહેરમાં કોરોનાની સ્થિતી કથળતાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જે અંતર્ગત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. જેમાં ટાસ્કફોર્સના તબીબો, AMC કમિશ્નર, કલેકટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યાર બાદ એક પત્રકાર પરિષદને સંબોધન કરવામાં આવી હતી.
આપણે ત્રીજી લહેરમાં પ્રવેશ કરી લીધો છે
અમદાવાદમાં કોરોના સંક્રમણનો કહેર વધતા સરકાર એક્શનમાં મોડમાં આવી ગઈ છે. બુધવારે કોવિડ ટાસ્ક ફોર્સ એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો.સુધીર શાહ, જણાવ્યું હતું કે, આપણે ત્રીજી લહેરમાં પ્રવેશ કરી લીધો છે. લોકોએ કોરોનાને સામાન્ય ફ્લૂ સમજવાની ભૂલ ન કરે. દેશમાં હાલ 68 ટકા કેસ ઓમિક્રોનના છે. હાલ ડેલ્ટા વેરિએન્ટના કેસ પણ જોવા મળે છે. ઓમિક્રોન વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટ કરતા 18 ઘણું સંક્રમણ છે. જેને લઈને વાયરલનું મલ્ટીફિકેશન ઝડપી બને છે. તબીબોએ જણાવ્યું કે, આ વેરિયન્ટ જેણે વેક્સિન લીધી હોય તેને પણ સંક્રમિત કરી શકે છે. તબીબોએ જણાવ્યું હતું કે, ઓમિક્રોન પર અસર કરતી દવા ખાસ ઉપલબ્ધ નથી. વેક્સિનેશન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સથી જ બચી શકાશે.
રાજ્ય સહિત દેશમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
ચેપીરોગ નિષ્ણાંત ડો.અતુલ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સહિત દેશમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જિનોમ સિક્વન્સિગમાં ઓમિક્રોન વેરિએન્ટ મળે છે. બીજી લહેર વખતે ઘણી સમસ્યાઓ પડી હતી. આ રોગનો પ્રસાર થતો અટકાવવો જોઇએ. હાલ ગુજરાતમાં 17-18 હજાર કેસ દૈનિક નોંધાઇ રહ્યાં છે. મોટા ભાગના કેસ ઓમિક્રોન વેરિએન્ટના જ છે. ડેલ્ટા વેરિએન્ટ તોફાની વેરિએન્ટ હતો. જ્યારે ઓમિક્રોન વેરિએન્ટની દર્દીના શરીરને નુકસાન કરવાની ક્ષમતા હોય છે. નાક અને ગળાના ભાગમાં જ ઇન્ફેક્શન ફેલાય છે. શ્વસનતંત્રના ભાગમાં જ ઇન્ફેક્શન કરે છે. બે દિવસના તાવ બાદ દર્દી રિકવર થઇ જાય છે. આવી સ્થિતિમાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની ખાસ જરૂર નથી. આપણે સાવચેત નહી રહીતો અમેરિકાની જેમ લાખો કેસ નોંધાઇ શકે છે