બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / oldest crab in amber found reveals an early colonization of nonmarine

OMG / દુનિયા ફરી થઈ ગઈ સ્તબ્ધ:વૈજ્ઞાનિકોએ શોધ્યો 10 કરોડ વર્ષ જુનો 'અમર જીવ', જાણો ખાસિયત

Kavan

Last Updated: 09:00 PM, 26 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિજ્ઞાન કેટલીકવાર આપણને એવી શોધો તરફ દોરી જાય છે કે જેના વિશે માણસ પહેલા ક્યારેય જાણતો ન હતો.

  • વૈજ્ઞાનિકોએ ફરી દુનિયાને ચોંકાવી 
  • 10 કરોડ વર્ષ જુનો કરચલો મળી આવ્યો
  • ક્રેટાસપારા અથાનાટા રાખવામાં આવ્યું નામ

આવી માહિતી માત્ર પૃથ્વી પર જીવનની શરૂઆતને સમજવામાં મદદરૂપ સાબિત થતી નથી, પરંતુ તે પ્રાણીઓ વિશેના રસપ્રદ તથ્યો પણ જાહેર કરે છે. વૈજ્ઞાનિકોએ તાજેતરમાં આવી જ શોધ કરી છે અને તેઓએ એક કરચલાની ઓળખ કરી છે જે લગભગ 10 કરોડ વર્ષ જૂનો છે.

શા માટે તેને 'અમર કરચલો' કહેવામાં આવે છે?

ખાસ વાત એ છે કે વૈજ્ઞાનિકો એમ્બરમાં જોવા મળતા આ કરચલાને જીવંત માની રહ્યા છે અને તેને 'અમર કરચલો' કહેવામાં આવી રહ્યું છે. દરિયાની અંદર એમ્બરમાં કેદ હોવાને કારણે, આ કરચલાનો મૃતદેહ હજી સુરક્ષિત છે. આ શોધને દરિયાઈ જીવન સાથે જોડીને પણ જોવામાં આવી રહી છે અને તેના વિશે વધુ વિગતવાર માહિતી એકઠી કરવામાં આવી રહી છે. મ્યાનમારમાં તેની શોધ પછી, કરચલાના અશ્મિને ચીનના યુનાન પ્રાંતના એક સંગ્રહાલયમાં સાચવવામાં આવ્યો હતો.

ક્રેટાસપારા અથાનાટા જ કેમ અપાયું નામ ? 

અમર કરચલાને ક્રેટાસપારા અથાનાટા (Cretaspara Athanata) નામ આપવામાં આવ્યું છે. અથાનાતાનો અર્થ અમર છે અને ક્રેટનો અર્થ શેલ છે અને અસપારા દક્ષિણ-પૂર્વ એશિયાના દેવતા કહેવાય છે. કરચલાને આ નામ ઉભયજીવી જીવતંત્ર અને તેની શોધના સ્થળને કારણે આપવામાં આવ્યું છે. આ અંગેનો વિગતવાર અભ્યાસ જર્નલ સાયન્સ એડવાન્સિસમાં પ્રકાશિત થયો છે.

આ નામ ડાયનાસોર યુગ સાથે સંકળાયેલું છે

હાર્વર્ડ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ઓર્ગેનિક એન્ડ ઈવોલ્યુશનરી બાયોલોજીના પોસ્ટડોક્ટરલ સંશોધક ઝેવિયર લુકે જણાવ્યું હતું કે આ એક ઉત્તમ નમૂના છે અને તે પોતાનામાં સંપૂર્ણ નમૂનો છે. કરચલાના શરીર પર એક પણ વાળ બચ્યો નથી, જે સૌથી વધુ ધ્યાનપાત્ર બાબત છે. ચીન, અમેરિકા અને કેનેડાના વૈજ્ઞાનિકો, જેમણે કરચલાના એમ્બરના નમૂના પર સંશોધન કર્યું હતું, તેમણે નાના કરચલાને ક્રેટેસપારા અથાનાટા નામ આપ્યું હતું. આ નામ ડાયનાસોર યુગના સમયગાળા સાથે સંકળાયેલું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ