બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / Now the Congress will not tolerate Sidhu's flirtations, the High Command did this job

રાજકારણ / હવે સિદ્ધુના નખરાં સહન નહીં કરે કોંગ્રેસ, હાઇકમાન્ડે કર્યું આ કામ

ParthB

Last Updated: 11:35 AM, 29 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબ કોંગ્રેસને ટૂંક સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે. નવજોત સિંહ સિદ્ધુના રાજીનામા બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ તેમને મનાવવાના મૂડમાં નથી અને નવા વ્યક્તિની શોધ શરૂ થઈ ગઈ છે

  • પંજાબને મળી શકે કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ 
  • કોંગ્રેસ પ્રભારી હરીશ રાવતનો ચંદીગઢ પ્રવાસ રદ્દ 
  • કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ માટે બે નામો સૌથી વધુ ચર્ચામાં 

નવજોત સિંહ સિદ્ધુની મશ્કેલીઓ વધી  

પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુએ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ હવે કોંગ્રેસ હાઈકમાન્ડ ઝૂકવાના મૂડમાં નથી એવું માનવામાં આવે છે કે, કોંગ્રેસ હાઈકમાન્ડે હવે શોધખોળ શરૂ કરી દીધી છે. નવા પ્રદેશ પ્રમુખ માટે એટલે કે, નવજોતસિંહ સિદ્ધુ માટે મુશ્કેલીઓ વધતી જાય છે  

કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતનો ચંદીગઢ પ્રવાસ રદ્દ 

જો સૂત્રોનું માનીએ તો  પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતનો ચંદીગઢ પ્રવાસ કોંગ્રેસ હાઈકમાન્ડે રદ્દ કર્યો છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે, હરીશ રાવત ચંદીગઢ જઈને નવજોત સિંહ સિદ્ધુને મનાવવા જઈ રહ્યાં છે. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને પંજાબમાં ઉભી થયેલી તાજેતરની સ્થિતિ અંગે હાઈકમાન્ડ દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, હવે આગળનું પગલું નવજોત સિંહ સિદ્ધુની જગ્યાએ નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરવાનું છે.

સિદ્ધુના સમર્થનમાં ઘણાં નેતાઓએ રાજીનામું આપ્યું 

તમને જણાવી દઈએ કે, નવજોતસિંહ સિદ્ધુએ મંગળવારે  પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું, તેમણે કહ્યું કે તેઓ કોઈ પણ રીતે સમાધાન કરી શકતા નથી. નવજોત સિંહ સિદ્ધુના આ પગલા બાદ ઘણા સમર્થકોએ તેમના સમર્થનમાં પોસ્ટ છોડી દીધી હતી.રઝિયા સુલ્તાનાએ મંત્રી પદ છોડી દીધું, ત્યારબાદ પંજાબ કોંગ્રેસના કેટલાક અન્ય સભ્યોએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું. જે બાદ કોંગ્રેસ સમક્ષ નવો પડકાર ઉભા થયા છે.

પ્રદેશ અધ્યક્ષ માટે બે નામો સૌથી વધુ ચર્ચામાં 

પંજાબમાં નવજોત સિંહ સિદ્ધુ કોગ્રેસ પ્રદેશ પદ્દ પરથી રાજીનામું આપ્યાં બાદ હાલ બે નામોની સૌથી વધુ ચર્ચામાં છે, જેમાં કુલજીત નાગરા અને રવનીત સિંહ બિટ્ટુનો સમાવેશ થાય છે. કુલજીત હાલમાં કાર્યકારી પ્રદેશ પ્રમુખ છે જ્યારે રવનીત લોકસભા સાંસદ છે, જે સંસદ સત્ર દરમિયાન ઘણાં ચર્ચામાં  રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ