બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Now Kantibhai's revolution in BJP: Said Congress has no leader at Delhi level

નિવેદન / હવે BJPમાં કાંતિભાઈની ક્રાંતિ: કહ્યું કોંગ્રેસમાં દિલ્હી લેવલે કોઈ નેતા જ નથી, ગુજરાતની કોઈને કંઈ પડી નથી

Priyakant

Last Updated: 01:39 PM, 30 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપમાં જોડાયા કોંગ્રેસ નેતા: કહ્યું BJP તેમના કાર્યકરોને સાચવે છે, કોંગ્રેસમાં તો કોઈ નેતા જ નથી બચ્યો

  • કોંગ્રેસના પૂર્વ MLA કાંતી સોઢા પરમારે કેસરિયા કર્યા 
  • BJPમાં જોડાતાની સાથે જ કોંગ્રેસ પર વરસ્યા કાંતી સોઢા પરમાર
  • કોંગ્રેસમાં દિલ્હી લેવલે કોઈ નેતા જ નથી: કાંતી સોઢા પરમાર
  • ગુજરાતની કોઈને કંઈ પડી નથી: કાંતી સોઢા પરમાર

કોંગ્રેસના પૂર્વ MLA કાંતી સોઢા પરમારે પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધા બાદ કેસરિયા કર્યા છે. આજે સવારે સર્કિટ હાઉસમાં મિટિંગ બાદ જ નક્કી થઈ ગયું હતું કે, કાંતી સોઢા પરમાર ભાજપમાં જોડાશે. જે બાદમાં કોંગ્રેસમાથી રાજીનામુ આપ્યા બાદ હવે કોંગ્રેસના પૂર્વ MLA કાંતી સોઢા પરમારે કમલમ પહોંચી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કેસરિયા કરી લીધા છે. આ તરફ ભાજપનો ખેસ પહેરતા જ તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં દિલ્હી લેવલે કોઈ નેતા જ નથી. આ સાથે ઉમેર્યું કે, ગુજરાતની કોઈને કંઈ પડી નથી. 

ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે કેસરિયા કર્યા બાદ કોંગ્રેસના પૂર્વ MLA કાંતી સોઢા પરમારે મોટું નિવેદન આપ્યું હતું. કાંતિ સોઢા પરમારે કહ્યું કે, દિલ્હી કોંગ્રેસને ગુજરાતની કોઈ પડી નથી. કોઈ પણ નેતા ગુજરાતનાં આગેવાનોને મદદ કરવા આવ્યો ?. આ સાથે તેમણે કહ્યું કે, PM મોદી અને અમિત શાહ વારંવાર ગુજરાતમાં આવે છે. તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસે એક પણ મોટો કાર્યક્રમ કર્યો નથી. 

કોંગ્રેસ પર વરસ્યા તેમના જ પૂર્વ ધારાસભ્ય 
BJPમાં જોડાતા જ કાંતિ સોઢા પરમારે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને એના કાર્યકરો કે આગેવાનોની કોઈ પડી નથી. ભાજપ તેમના આગેવાનો અને કાર્યકરોને ખૂબ મદદ કરે છે. આ સાથે કહ્યું કે કોંગ્રેસને આગેવાનોની કઈ પડી નથી તેથી આગેવાનો-કાર્યકરોને છૂટા મૂકી દેવામાં આવે છે. આ સાથે કહ્યું કે, ભાજપ કાર્યકરોને સાચવે છે, હું ઘણું બધુ જોતો આવ્યો છે. તેમણે કહ્યું કે, દિલ્હી લેવલે કોંગ્રેસમાં કોઈ નેતા જ નથી રહ્યો. 

ગુજરાતની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના ધારાસભ્યો કે નેતાઓ ભાજપમાં જોડાવાની સંખ્યામાં વધારો થયો છે.  કોંગ્રેસને આજે વધુ એક ફટકા સ્વરૂપે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું છે. આ સાથે  કાંતિ સોઢા પરમારે હવે ભાજપનો ખેસ પહેરી લીધો છે. 

કોણ છે કાંતિ સોઢા પરમાર?
કાંતિ સોઢા પરમાર 2017માં આણંદ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જોકે 2022ની ચૂંટણીમાં યોગેશ પટેલ સામે હાર થઈ હતી. નોંધનીય છે કે, કાંતિ સોઢા પરમાર કોંગ્રેસ છોડે તેવી અગાઉ 2020માં પણ અટકળ સામે આવી હતી.  તો વળી તાજેતરમાં સ્થાનિકોએ મતવિસ્તારમાં પડતી અગવડોને લઈને કાંતિ સોઢા પરમારને ઘેર્યા હતા. આ સાથે તાજેતરમાં કાંતિ સોઢા પરમારના દિકરા ઉપર એક યુવકને માર માર્યાનો આક્ષેપ લાગ્યો હતો. 

કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામુ

આણંદ સર્કિટ હાઉસમાં થઈ હતી મિટિંગ 
મહત્વનું છે કે, આજે આણંદ સર્કિટ હાઉસમાં બંધબારણે એક મિટિંગ પણ થઈ હતી. જેમાં આણંદ જિલ્લામાંથી બે પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી અટકળો વહેતી થઈ હતી. જો આ બધીગતિવિધિઓની વચ્ચે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી દેતાં તે કેસરિયા કરશે તે નક્કી થઈ ગયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ