બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Now 18% GST can be levied on online earnings, government made this big change

નોટિફિકેશન / કન્ટેન્ટ ક્રિએટર્સ સાવધાન! હવે ઓનલાઈન કમાણી પર લાગી શકે છે 18% GST, સરકારે કર્યો આ મોટો ફેરફાર

Priyakant

Last Updated: 09:39 AM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST on OIDAR Firms News: નાણા મંત્રાલયના આદેશ અનુસાર હવે વિદેશી ડિજિટલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ પાસેથી વ્યક્તિગત ઉપયોગ માટે ઓનલાઈન સેવાઓની આયાત GSTના હેઠળ આવશે

  • હવે ઓનલાઈન કમાણી પર લાગી શકે છે 18% GST
  • Google, ફેસબુકને ચૂકવવો પડશે 18% GST! 
  • ઑનલાઇન ગેમિંગ બાદ હવે એડટેક કંપનીઓનો વારો

GST on OIDAR Firms : ક્રિએટર અર્થતંત્ર વિશે નવી ચર્ચા શરૂ કરનાર નવા યુગના વ્યાવસાયિક 'કન્ટેન્ટ ક્રિએટર્સ'ને સરકારે મોટો ઝટકો આપ્યો છે. તમારે ઓનલાઈન કમાણી પર 18 ટકાના દરે GST ચૂકવવો પડી શકે છે. વાત જાણે એમ છે કે, આ અંગે સરકારે નવેસરથી જાહેરનામું બહાર પાડ્યું છે. બીજી તરફ દરિયાઈ માર્ગે માલસામાનની હેરફેર હવે સસ્તી થઈ ગઈ છે.

આ ઓનલાઈન સેવાઓ બદલાશે 
નાણા મંત્રાલયના આ આદેશ અનુસાર હવે વિદેશી ડિજિટલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ પાસેથી વ્યક્તિગત ઉપયોગ માટે ઓનલાઈન સેવાઓની આયાત GSTના હેઠળ આવશે. એક અહેવાલમાં જણાવાયું છે કે, તેના કાર્યક્ષેત્રમાં સોફ્ટવેર વેચતી કંપનીઓ, નેટફ્લિક્સ અને એમેઝોન જેવા કન્ટેન્ટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ, સોશિયલ મીડિયા કંપનીઓ અને જાહેરાતો હોસ્ટ કરતી સર્ચ એન્જિન કંપનીઓનો સમાવેશ થશે. જોકે કર જવાબદારી સુનિશ્ચિત કરવાની જવાબદારી સેવાઓના આયાતકર્તા એટલે કે અંતિમ લાભાર્થીની રહેશે.

શું કહે છે સરકારી નોટિફિકેશન?
સરકારી નોટિફિકેશનમાં ઓનલાઈન સેવાઓ પૂરી પાડતી વિદેશી ડિજિટલ કંપનીઓને ઓનલાઈન ઈન્ફોર્મેશન ડેટાબેઝ એક્સેસ એન્ડ રીટ્રીવલ એટલે કે OIDAR નામ આપવામાં આવ્યું છે. સરકારે સૌપ્રથમ બજેટમાં આનો પ્રસ્તાવ મૂક્યો હતો. હવે નાણામંત્રીના નોટિફિકેશન બાદ આ ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. સરકારે બજેટમાં દરખાસ્ત કરી હતી કે, OIDAR સેવાઓના વ્યક્તિગત ઉપયોગ માટે આયાત પર આપવામાં આવતી કર મુક્તિ નાબૂદ કરવામાં આવશે.

જવાબદારી આ રીતે નક્કી કરી શકાય 
આ ટેક્સ વસૂલવાની અને તેને ભારત સરકારમાં જમા કરાવવાની જવાબદારી સેવાના નિકાસકારને આપવામાં આવી છે. હવે આપણે તેને આ રીતે સમજી શકીએ છીએ. ધારો કે તમે કન્ટેન્ટ સર્જક છો અને તમે Facebook, YouTube અથવા Xમાંથી કમાણી કરી રહ્યાં છો. આ આવક જાહેરાત આવકમાંથી છે, જે OIDAR ના કાર્યક્ષેત્રમાં છે. આવી સ્થિતિમાં 1 ઓક્ટોબરથી તેના પર 18 ટકા જીએસટી લાગુ થઈ શકે છે. આ કેસોમાં સર્વિસ એક્સપોર્ટર X, Facebook, YouTube વગેરે જેવા કન્ટેન્ટ સર્જકોને પ્લેટફોર્મ પૂરું પાડતી કંપનીઓ હશે, તો GST ભરવાની જવાબદારી પણ તેમની રહેશે.

દરિયાઈ માર્ગે માલસામાનની હેરફેર હવે સસ્તી
બીજી તરફ સરકારે 1 ઓક્ટોબરથી દરિયાઈ માર્ગે માલસામાનની હેરફેર પર જીએસટીમાં રાહત આપી છે. હવે દરિયાઈ માર્ગે માલસામાનના પરિવહન પર 5 ટકા ઈન્ટીગ્રેટેડ GSTમાંથી મુક્તિ મળશે. નાણા મંત્રાલયે એક અલગ સૂચનામાં આ માહિતી આપી છે. હાલમાં આયાતકારો જ્યારે દરિયાઈ માર્ગે માલનું પરિવહન કરે છે ત્યારે રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ 5 ટકાના દરે ઈન્ટિગ્રેટેડ GST એટલે કે IGST ચૂકવવો પડે છે. નાણા મંત્રાલયે 01 ઓક્ટોબરથી આમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ