ભારતમાં નોકિયાનો ફ્લેગશિપ સ્માર્ટફોન આ વર્ષે જ લોન્ચ થયો છે જે ફોન એરટેલ સ્ટોર પર બિલકુલ સસ્તો મળે છે. આ ફોન ઉપરાંત એરટેલે નોકિયા 7 પ્લસ અને નોકિયા 6.1 પર પણ ઓફર કરી છે. આ ત્રણ સ્માર્ટફોન ઓનલાઇન ખરીદવા માટે તમારે આ www.airtel.in/onlinestore વેબસાઈટની મુલાકાત લેવી પડશે.
જો તમે 3GB રેમ વાળો નોકિયા 6.1 ખરીદવા માંગો છો તો તમે 3799 રૂપિયા ડાઉનપ્રેમેન્ટ આપીને ફોન ખરીદી શકો છો. ત્યારબાદ તમારે એક વર્ષ સુધી 1499 ચૂકવવા પડશે. આ 1499 રૂપિયામાં તમને એરટેલના કનેકશન સાથે 30GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ સુવિધા પણ મળશે. જ્યારે નોકિયા 6.1નું 4GB વાળું મોડેલ ખરીદવું હોય તો તમારે ડાઉનપ્રેમેન્ટ રૂપિયા 5799 ચૂકવવું પડશે. ત્યારબાદ 1499 રૂપિયા ભરવાના રહેશે.
આ ઉપરાંત નોકિયા 7 પ્લસ માટે રૂપિયા 5599 અને નોકિયા 8 સિરોક્કો માટે રૂપિયા 8599 ભરવાના રહેશે. ત્યારબાદ નોકિયા 7 પ્લસ માટે રૂપિયા 2099 અને નોકિયા 8 સિરોક્કો માટે રૂપિયા 2 799 એક વર્ષ સુધી ચૂકવવાના રહેશે. જેમાં તમને એકમાં 30GB અને એકમાં 50GB ડેટા સાથે અનલિમિટેડ કોલિંગ સુવિધા મળશે.