બેદરકારી / મોડાસાનાં આ ગામમાં દેશનાં ભાવિનું રઝળતું શિક્ષણ, ડિજિટલ ઈન્ડિયાની વાતો માત્ર કાગળ પર

No school in Gadhada Village in Modasa Taluka in Sabar Kantha

સરકારી શાળા તરફ વિદ્યાર્થીઓને આકર્ષવાની સરકારી પહેલ વચ્ચે અરવલ્લી જિલ્લાનાં મોડાસા તાલુકાનાં ગઢડા ગામનાં વિદ્યાર્થીઓ શાળાનાં અભાવે દૂધમંડળીનાં મકાનમાં બેસીને ભણવા મજબૂર બન્યા છે. કારણ કે જર્જરિત શાળાનાં નામે સરકારી શાળાના તોડી પડાયેલા મકાને આઠ માસ વીતી ગયા છે છતાં તંત્રને હજુ અહીં શાળા નામે એક ઈંટ પણ મૂકવાની ફૂરસદ મળી નથી. શિક્ષણ વિભાગ (Education department) નું સરકારી વહીવટી તંત્ર સરકારી શાળા માટે બાળકોને શોધવા શેરીઓમાં ઊતરી પડે છે અને શાળાઓમાં વાજતે ગાજતે પ્રવેશોત્સવો યોજે છે. પરંતુ અહીં તો વિદ્યાર્થીઓ ભણવા તૈયાર છે પરંતુ તેમનાં માટે શાળા ઊભી કરવાનું જ તંત્ર જાણે ભૂલી ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ