રથયાત્રા / સરકાર અમદાવાદના લોકોના જીવની ચિંતા કરે, ભક્તો વગર રથયાત્રાનો અર્થ નહીં એટલે રથ મંદિરમાં રહે તે બરાબર : હાઇકોર્ટ

No rathyatra in ahmedabad this year the high court rejects all plea

જગન્નાથપુરીમાં જગન્નાથજીની રથયાત્રાને મંજૂરી મળતા અમદાવાદમાં પણ રથયાત્રા યોજાય તેવી આશા જાગી હતી. રાજ્ય સરકાર અને મંદિર ટ્રસ્ટ દ્વારા માંગ કરવામાં આવી હતી કે શરતો આધિન અમદાવાદમાં રથયાત્રાને મંજૂરી આપવામાં આવે. પરંતુ હાઇકોર્ટે તમામ અરજીઓ રદ્દ કરી દીધી છે. અમદાવાદમાં રથયાત્રા યોજવા મુદ્દે મોડી રાત્રે ચુકાદો આપતા હાઇકોર્ટે કહ્યું કે, રથ મંદિરની બહાર નહીં નીકળી શકે, રથ મંદિરમાં જ બરોબર છે. સરકાર રથયાત્રાની નહીં લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરે. જોકે હવે હાઇકોર્ટે અરજીઓને નકારી દેતા 142 વર્ષ જૂની પરંપરા તૂટશે. મહત્વનું છે કે આ અગાઉ પણ કોરોનાના કારણે રથયાત્રા પર હાઇકોર્ટે સ્ટે આપ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ