બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / No need for registration for live-in relationship says Supreme Court

ચુકાદો / લિવ-ઈન રિલેશનશિપ માટે રજીસ્ટ્રેશનની જરૂર નહીં: સુપ્રીમ કોર્ટે કહ્યું, 'મૂર્ખતાભરી અરજી, લોકો પણ કઈ પણ લઈને આવી જાય છે'

Arohi

Last Updated: 10:33 AM, 21 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લિવ-ઈન રિલેશનશિપમાં પાર્ટનર્સની હત્યાઓના વધતા કેસો પર ચિંતા વ્યક્ત કરતા એડવોકેટ મમતા રાણીએ કોર્ટમાં આ અરજી દાખલ કરી હતી. તેમણે કહ્યું કે જેમ લગ્નનું રજીસ્ટ્રેશન થાય છે. તેવી જ રીતે લિવ-ઈન રિલેશનશિપમાં પણ કરવું જોઈએ.

  • સુપ્રીમે લિવ-ઈન રિલેશનને લઈને કર્યો મહત્વનો નિર્ણય 
  • આવા કેસો પર દંડ લેવાનું શરૂ કરવાની કહી વાત 
  • શ્રદ્ધા મર્ડર કેસ બાદ કરી હતી અરજી 

સુપ્રીમ કોર્ટે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા લોકો માટે રજીસ્ટ્રેશનની માંગ વાળી અરજીને ફગાવી દીધી છે. આટલું જ નહીં, કોર્ટે અરજીને લઈને ફટકાર લગાવી છે. CJIએ કહ્યું- "આ બધુ શુ છે, લોકો અહીં કંઈ પણ લઈને આવી જાય છે. અમે એવા કેસો પર હવે દંડ વસુલવાનું શરૂ કરી દઈશું."

દિલ્હીના શ્રદ્ધા વાલકર મર્ડર કેસ બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. CJI ડી વાય ચંદ્રચૂડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારદીવાલાની બેંસે આ મામલાની સુનાવણી કરી. 

એડવોકેટે શ્રદ્ધા, નિક્કીનું ઉદાહરણ આપી અરજી દાખલ કરી હતી
લિવ-ઈન રિલેશનશિપમાં પાર્ટનર્સની હત્યાઓના વધતા કેસો પર ચિંતા વ્યક્ત કરતા એડવોકેટ મમતા રાણીએ કોર્ટમાં આ અરજી દાખલ કરી હતી. તેમણે કહ્યું કે જેમ લગ્નનું રજીસ્ટ્રેશન થાય છે. તેવી જ રીતે લિવ-ઈન રિલેશનશિપમાં પણ કરવું જોઈએ. 

શ્રદ્ધા વાલકર અને નિક્કી યાદવનું આપ્યુ ઉદાહરણ 
અરજીમાં વકીલે શ્રદ્ધા વાલકર, નિક્કી યાદવના ઉદાહરણ આપ્યા હતા. અરજીકરનારનું કહેવું હતું કે કોર્ટે પહેલા પણ આ પ્રકારના સંબંધોને મોલિક અધિકારોના દાયરામાં માન્યા છે. લિવ-ઈનમાં રહેતા લોકોનું કેન્દ્ર સરકાર રજીસ્ટ્રેશન કરે જેથી પોલીસની પાસે તેનો રેકોર્ડ રહે. 

 

CJIએ અરજીકરનારને પુછ્યું- "રજીસ્ટ્રેશન કોની સાથે, કેન્દ્ર સરકારની સાથે, લિવ ઈન રિલેશનશિનમાં રહેતા લોકો સાથે કેન્દ્ર સરકારનું શું લેવા-દેવા. CJIએ બે સવાલ પુછતા કહ્યું, "તમે આ લોકોની સુરક્ષાને વધારો આપવાનો પ્રયત્ન કરી રહ્યા છો અથવા લિવ-ઈનને રોકવાની. અમે આ મુર્ખતાભરી અરજીને ખારીજ કરીએ છીએ."

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ