બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / No Drone Fly Zone, Diversion Route..., If you pass through here on December 17, you will be shocked, Surat CP announcement regarding PM Modi's visit

જાહેરનામુ / નો ડ્રોન ફ્લાય ઝોન, ડાયવર્ઝન રૂટ..., 17 ડિસેમ્બરે અહીંથી પસાર થશો તો ધક્કો પડશે, PM મોદીના પ્રવાસને લઇ સુરત CPનું જાહેરનામું

Vishal Khamar

Last Updated: 07:46 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન સુરત ખાતે નવીન બનેલ ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરશે. ત્યારે વડાપ્રધાનનાં કાર્યક્રમને લઈ પોલીસ દ્વારા અગાઉથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

  • પ્રધાનમંત્રીના સુરતના કાર્યક્રમને લઈ પોલીસનો લોખંડી બંદોબસ્ત
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસને લઈ પોલીસ ચુસ્ત બંદોબસ્ત
  • 17 ડિસેમ્બરના PMના કાર્યક્રમને લઈ પોલીસ રહેંશે ખડેપગે

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા. 17 નાં રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેની તૈયારીનાં ભાગ રૂપે સુરત ખાતે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનનાં સુરત પ્રવાસને લઈ માનવ સાંકળ કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. ત્યારે માનવ સાંકળ કાર્યક્રમ સાથે સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. તેમજ પોલીસ પરેડ ગ્રાઉન્ટથી વાય જંક્શન ચોસઠ જોગણી માતા મંદિર સુધી કાર્યક્રમ થશે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસને લઈ પોલીસ ચુસ્ત બંદોબસ્ત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરતના પ્રવાસને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સુરત પોલીસે ટ્રાફિક અને સુરક્ષાને ધ્યાને લઈ જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમાં ડાયમંડ બુર્સના વિસ્તારને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયો છે. પોલીસે સુરક્ષાને લઈ રુટના ડાયવર્ઝન અને તેના સામે વૈકલ્પિક વ્યવસ્થાના રુટ માટે જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમાં ONGC ઓવરબ્રિજ સર્કલ ચાર રસ્તાથી સચિન GIDC ગેટ નંબર 1 સુધીના બન્ને બાજુના રસ્તાને પ્રતિબંધિત જાહેર કર્યો છે. જેની સામે વૈકલ્પિક રુટ તરીકે હાઈવેથી કડોદરા, કામરેજથી કિમ પછી હજીરા જઈ શકાઈ તેવો રુટ નક્કી કરાયો છે.

ડાયમંડ બુર્સના વિસ્તારને નો ડ્રોન ફ્લાય ઝોન કરાયો જાહેર
આ બાબતે સુરત જેસીપી એચ.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના સુરતનાં કાર્યક્રમને લઈ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સુરત પ્રવાસને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 1800 જેટલા હોમગાર્ડ,  550 જેટલા ટીઆરબી જવાનો તથા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે.  તેમજ કોમ્બિંગ નાઈટ કરી અસામાજીક તત્વો પર સતત ચાંપતી નજર રાખવામાં આવેલ છે. તેમજ વડાપ્રધાનનાં કાર્યક્રમ વિસ્તારમાં નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 

પોલીસે ટ્રાફિક વ્યવસ્થાને લઈ બહાર પાડ્યુ જાહેરનામુ
સુરત એરપોર્ટ જતા વાહન ચાલકો તેમજ મુસાફરોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે ટ્રાફિક શાખા દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવેલ છે. તેમજ જાહેર જનતાને તેઓનાં રોજીંદા કામમાં અવરોધ ન થાય તે માટે અગાઉથી જ ટ્રાફિક શાખા દ્વારા રૂટ ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જે મુજબ બે પ્રતિબંધિત વિસ્તારો જાહેર કરવામાં આવેલ છે. જેમાં ONGC ઓવરબ્રિજ સર્કલ ચાર રસ્તાથી સચિન જીઆઈડીસી ગેટ નં. 1 સુધી આવતા જતા બંને રૂટ પર ભારે વાહનોની અવર જવર કરવા તથા પાર્કીંગ કરવા પર તા. 17.12.2023 ને સવારથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ