બ્રેકિંગ ન્યુઝ
VTV / No ATM or UPI: Now your money will be in hand at home! Know what is special service of SBI
Last Updated: 04:38 PM, 18 January 2023
ADVERTISEMENT
જો પૈસા ઉપાડવાની જરૂર પડે એવા સમયમાં જો તમારી આસપાસ કોઈ ATM નથી અને આ સાથે જ તમારા ફોનેમાં આવેલ UPI પણ કામ નથી કરતું તો એવા સમયમાં ચિતા કરવાની જરૂર નથી. આવી પરિસ્થિતિમાં તમે ઘરે બેઠા બેઠા પણ પૈસા મેળવી શકો છો. જણાવી દઈએ કે આ એક બેંકિંગ સુવિધા છે અને કોઈપણ વ્યક્તિ આ બેંકિંગ સુવિધા હેઠળ લાભ મેળવી શકે છે. જો કે આ બેંકિંગ સુવિધાનો લાભ ઉઠાવવા માટે તમારે કેટલીક પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.
ADVERTISEMENT
SBI આપી રહી છે આ ખાસ સુવિધા
જણાવી દઈએ કે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIની ડોરસ્ટેપ સર્વિસની મદદથી તમે ઘરે બેઠાબેઠા જ સરળતાથી પૈસા ઉપાડી શકો છો. મહત્વની વાત એ છે કે આ માટે તમારે ATMની પણ જરૂર પડતી નથી. જો કે આ સેવા ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને વિકલાંગ લોકો બનાવવામાં આવી હતી અને આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે ગ્રાહકો પાસેથી ચોક્કસ શુલ્ક વસૂલવામાં આવે છે. નોંધનીય છે કે આ શુલ્ક એકાઉન્ટથી અલગ અલગ હોઈ શકે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે આ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.
આ લોકો માટે મહિનામાં ત્રણ ટ્રાન્જેકશન ફ્રી
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકોને ડોરસ્ટેપ સર્વિસનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે. જણાવી દઈએ કે બેંકે એક મહિનામાં વિકલાંગ વ્યક્તિઓ માટે ત્રણ ટ્રાન્જેકશન ફ્રી કર્યા છે. ત્રણથી વધુ ટ્રાન્જેકશન માટે આ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે તો તેને નાણાકીય અને બિન-નાણાકીય સેવાઓ માટે 75 રૂપિયા અને GST ચૂકવવો પડે છે.
SBI ડોરસ્ટેપ સર્વિસ રજીસ્ટ્રેશન
જણાવી દઈએ કે SBIની ડોરસ્ટેપ પૈસા ઉપાડવાની સુવિધાનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા SBI ડોરસ્ટેપ સેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. જણાવી દઈએ કે સૌથી પહેલા તમારે Doorstep Banking એપ ડાઉનલોડ કરવી પડશે અને એ પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબરવાના રહેશે. આ પછી ગ્રાહકે પોતાનું નામ, ઈમેલ, પાસવર્ડ (PIN) દાખલ કરવો પડશે. આ રીતે રજીસ્ટર કરાવ્યા પછી DSB એપ પરથી SMS મોકલવામાં આવશે અને એ બાદ પિન અને અન્ય વિગતો સાથે એપમાં લોગ ઇન કરીને સરનામું પણ દાખલ કરવાનું રહેશે.
SBI ડોરસ્ટેપ બેંકિંગમાંથી પૈસા કેવી રીતે ઉપાડવા
DSB એપમાં લોગ ઇન કર્યા પછી, પૈસા ઉપાડવાની રિક્વેસ્ટ કરીને SBI સિલેકટ કરવાનું રહેશે
હવે એકાઉન્ટ નંબરના છેલ્લા છ આંકડા દાખલ કરીને તેને સબમિટ કરવાનું રહેશે
વેલીડેશન પછી ગ્રાહકોના મોબાઈલ પર OTP મોકલવામાં આવશે.
આ પછી DSB મોબાઈલ એપમાં OTP એન્ટર કરીને અને સબમિટ કરવા પર તમારી ઇન્ફોર્મેશન દેખાશે.
આ બાદ ખાતામાંથી પૈસા ઉપાડવાની સેવા પસંદ કરીને ટ્રાન્ઝેક્શનની રકમ દાખલ કરવાની રહેશે
આ પછી ગ્રાહકના એકાઉન્ટમાંથી ચાર્જ કટ થશે અને ગ્રાહકને SMS દ્વારા નોટિફિકેશન મોકલવામાં આવશે.
ગ્રાહકના ઘરે પહોંચ્યા પછી વેરિફિકેશન કર્યા પછી બેંક એજન્ટ પૈસા આપશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT