ગુજરાતમાં આગામી સમયમાં નવા મુખ્યમંત્રી મળવા જઈ રહ્યા છે ત્યારે ભાજપમાં ત્રણ નામો પર ચર્ચા કરવામાં આવી રહી છે.
ગુજરાતના નવા મુખ્યમંત્રીને લઈને સૌથી મહત્વના સમાચાર
પાર્લામેન્ટરી બોર્ડમાં ત્રણ નામ માટે ચાલી રહી છે ચર્ચા
સી.આર.પાટીલનું નામ આગળ ચાલી રહ્યું છે
નીતિન પટેલ અને આર.સી.ફળદુના નામની પણ ચર્ચા
ભાજપની અંદર ભારે હલચલ
ગુજરાતને આજે નવા મુખ્યમંત્રી મળવા જઈ રહ્યા છે, વિજય રૂપાણીનાં રાજીનામાં બાદ આખા રાજ્યમાં ભારે હલચલ છે અને કમલમમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કેન્દ્રથી ઘણા બધા મોટા નેતાઓ તથા ત્રણ નિરીક્ષકો ગુજરાતમાં આવેલા છે અને ધારાસભ્ય દળની બેઠકમાં નવા નામનું એલાન કરવામાં આવશે ત્યારે નવા નામને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતનો નવો સીએમ કોણ હશે તેનો અંતિમ નિર્ણય અંતે તો ભાજપ હાઇકમાન્ડ જ કરશે ત્યારે પાર્લામેન્ટ્રી બોર્ડમાં ત્રણ નામો સામે આવી રહ્યા છે.
નીતિન પટેલ અને પાટીલનાં નામોની ચર્ચા
ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની અંદર માત્ર ત્રણ નામો પર જ ચર્ચા ચાલી રહી છે. સી આર પાટીલની સાથે સાથે નીતિન પટેલ અને આર.સી.ફળદુના નામની પણ ચર્ચા કરવામાં આવી રહી છે. નીતિન પટેલ રાજ્યનાં સૌથી મોટા ભાજપ પાટીદાર નેતા કહી શકાય અને અત્યારે તેમનું નામ જ સૌથી વધારે આગળ ચાલી રહ્યું હોવાની ચર્ચા છે ત્યારે ભાજપ પાર્લમેન્ટરી બોર્ડ છેલ્લે કોના માથે કળશ ઢોળે છે તેના પર સૌ કોઇની નજર છે ત્યારે અત્યારે તો ત્રણ નામો સૌથી વધારે ચર્ચામાં છે.
મીડિયામાં ઘણા બધા નામો ચાલે છે : નીતિન પટેલ
નીતિન પટેલે કહ્યું હતું કે નિરીક્ષકોએ પોતાનું કામ શરૂ કરી દીધું છે અને નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. PM મોદી, અમિત શાહ અને નડ્ડા જે યોગ્ય નિર્ણય લેશે અને તે બાદ જાહેરાત કરવામાં આવશે અને આ જ ભાજપની પ્રણાલી છે. નીતિન પટેલે પોતાનું નામ આગળ ચાલી રહ્યા હોવાના સવાલ પર કહ્યું કે સીએમ માટે કોઈ જ રેસ હોતી નથી, ધારાસભ્ય તરીકે મારુ નામ મીડિયામાં ચાલી રહ્યા છે અને મીડિયાને અનુમાનો લગાવવાના અધિકાર છે.
લોકપ્રિય ચહેરાને સીએમ બનાવાશે : નીતિન પટેલ
નીતિન પટેલે વધુમાં કહ્યું હતું કે રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા ગુજરાતનાં નવા CM માટે જે સૂચનો આવશે તેના આધારે નિર્ણય લેવામાં આવશે. નીતિન પટેલે કહ્યું કે એવા વ્યક્તિની જ મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવશે જે બધાને સાથે લઈને ચાલી શકે અને આખું ગુજરાત જેને ઓળખતું હોય તેને CM બનાવવામાં આવશે. મોદી સાહેબનાં નેતૃત્વમાં ગુજરાતને પ્રબળ નેતૃત્વ પ્રાપ્ત, બધાને ગમતા લોકપ્રિય ચહેરાની પસંદગી પાર્ટી કરશે. નીતિન પટેલે કહ્યું હતું કે આગામી સવા વર્ષ ખૂબ જ પડકારજનક રહેવાનું છે તેથી તેવું કરી શકે તેવા લોકપ્રિય CM આવે તેવું પાર્ટી કરી શકે છે. સવા વર્ષમાં કામ સહેલું નથી રહેવાનું, ભાજપને વધુ મજબૂત કરી બધાને સાથે લઈને કામ કરવું પડશે, બધુ જ કામ નવી સરકારે કરવાનું રહેશે.