મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર લોન્ચ ઈવેન્ટમાં દેશ અને વિદેશની તમામ મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો . એવામાં Jio વર્લ્ડ સેન્ટરમાં સ્થાપિત આ સાંસ્કૃતિક કેન્દ્રના કાર્યક્રમના બીજા દિવસે પણ બોલિવૂડ સ્ટાર્સનો મેળો જોવા મળ્યો હતો. ઈવેન્ટમાંથી ઘણી ખાસ તસવીરો સામે આવી છે.
કાજોલની દીકરી ન્યાસા દેવગને કરી રહ્યા છે ટ્રોલ
આ બધા વચ્ચે એક વીડિયો પણ હાલ ઘણો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકો કાજોલની દીકરી ન્યાસા દેવગને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. વાત એમ છે કે ઈવેન્ટના બીજા દિવસે ન્યાસા દેવગન પણ માતા કાજોલ સાથે ત્યાં પહોંચી હતી. આ દરમિયાન બંનેએ પાપારાઝીની સામે પોઝ આપ્યા હતા.
ન્યાસા એ કાજોલને કહી ના!
થોડો સમય પોઝ આપ્યા પછી જ્યારે બંને જવાનું શરૂ કર્યું ત્યારે પેપરાઝી તરફથી ન્યાસાના સોલો પિક્ચરની માંગ થઈ. આના પર કાજોલે દીકરીને ઈશારામાં તસવીર લેવા કહ્યું, પરંતુ ન્યાસાએ ના પાડી. હાલ આ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા યુઝર્સને આ વાત પસંદ ન આવી અને લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.
ન્યાસા થઈ ટ્રોલ
વીડિયો જોયા બાદ લખ્યું કે એક યુઝરે , "આજની જનરેશન પેરેન્ટ્સ સાથે તસવીરો લેવામાં રસ નથી." તો બીજા એ લખ્યું કે "તે હંમેશા તેની માને શરમાવે છે." કોઈ એ લખ્યું કે "આજકાલના બાળકો બધાની સામે પોતાના માતા-પિતાનું અપમાન કરે છે."
જણાવી દઈએ કે શાહરૂખ ખાન, સલમાન ખાન, સૈફ અલી ખાન, રજનીકાંત, કરીના કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન, આલિયા ભટ્ટ, રેખા જેવા બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ નીતા મુકેશ અંબાણી અંબાણી કલ્ચરલ સેન્ટર લોન્ચ ઈવેન્ટમાં પહોંચ્યા હતા.