બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 05:47 PM, 30 May 2023
ADVERTISEMENT
હિંદૂ ધર્મમાં એકાદશી તિથિનું ખૂબ જ મહત્વ હોય છે. દર મહિનામાં બે વખત એકાદશી આવે છે. એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં. વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને નિર્જલા એકાદશીના નામે ઓળખવામાં આવે છે. આ એકાદશીને દરેક 24 એકાદશીમાં સૌથી વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ADVERTISEMENT
નિર્જળા એકાદશી વ્રત કરવાથી આખા વર્ષની એકાદશી કરવા જેટલું ફળ પ્રાપ્ત થાય છે. આ વર્ષે 31 મે 2023એ નિર્જળા એકાદશીનું વ્રત કરવામાં આવશે ધાર્મિક માન્યતાઓ અનુસાર નિર્જળા એકાદશીનું વ્રત દરેકે કરવું જોઈએ. આ વ્રતમાં એક નિયમ એવો પણ છે કે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.
આ નિયમોનું પાલન કરવું છે જરૂરી
નિર્જળા એકાદશી વ્રતમાં જળનો ત્યાગ કરવાનો હોય છે. આ વ્રકમાં વ્રત કરનાર પાણીનું પણ સેવન નથી કરી શકતું. વ્રતના પારણા કર્યા બાદ જ જળનું સેવન કરી શકાય છે.
એકાદશી મુહૂર્ત
આ નિયમો અનુસાર કરો પૂજા
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.