મુંબઇ: NIAએ આતંકી સંગઠન ISIS મોડ્યુલથી જોડાયેલા એક કેસ મામલે શનિવારે મહારાષ્ટ્ર અને તેલંગાણામાં દરોડા પાડ્યા હતા. આ દરમિયાન NIA દ્વારા 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. તેમની પાસેથી મોટી માત્રામાં ડિજીકલ ઉપકરણ મળી આવ્યા હતા. NIAએ શખ્સો પાસેથી 13 મોબાઈલ, 11 સિમકાર્ડ. 1 આઈપેડ, 2 લેપટોપ, એક એક્સટર્નલ હાર્ડડિસ્ક, 6 પેનડ્રાઈવ, 6 મેમરી કાર્ડ અને 6 વોકી-ટોકી સેટ જપ્ત કર્યા છે.
મળતી માહિતી મુજબ NIA દ્વારા 2016ના અધૂધાબી મોડ્યુલ મામલેની તપાસ હેઠળ હૈદરાબાદ વર્ધાના શંકાસ્પદ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. NIAએ દરોડા પાડીને 2 મહારાષ્ટ્ર અને 2 હૈદરાબાદમાં રહેતા શખ્સોની અટકાયત કરી છે.
મહત્વનુ છે કે, NIAએ જાન્યુઆરી 2016માં ત્રણ આરોપી શેખ અઝહર-ઉલ-ઈસ્લામ,અધાન હસન અને મોહમ્મદ ફરહાન શેખના વિરૂદ્ધમાં ફરિયાદ કરી હતી. આ ત્રણેય આરોપીઓની અધુધાબીથી દિલ્લી આવતા ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારબાદ NIAએ ઓગસ્ટ 2018માં ISIS માટે સાહનુભુતી રાખવાના આરોપસર મોહમ્મદ અબદુલ્લા બાસિત અને મોહમ્મદ અબ્દુલ કાદિરની હૈદરાબાદમાંથી ધરપકડ કરી હતી. બાતમીના આધારે NIAએ હૈદરાબાદ અને વર્ધામાં દરોડા પાડ્યા. શનિવારે ઝડપાયેલા આરોપી ISISની ગતિવિધીઓને વધારવાનુ કાવતરું રચી રહ્યા હતા.