ગઈકાલે અડધી રાતથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવખત વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં ગઈકાલની મધ્ય રાત્રિથી પ્રતિ લીટર 42 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 1.03 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો ગઈકાલની મધ્યરાત્રિથી લાગૂ થઈ ગયો છે.
છ સપ્તાહમાં આ સતત ચોથી વખત ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. અને સતત ત્રીજી વખત ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેલ કંપનીઓની જાહેરાત કરી હતી કે આ વધારામાં રાજ્ય સરકાર દ્વારા ટેક્ષનો સમાવેશ થતો નથી અને વાસ્તવિક ભાવ વધારે હશે. દિલ્લીમાં વેટ સાથે પેટ્રોલની કીંમતમાં પ્રતિ લીટર 53 પૈસાનો વઘારો જ્યારે ડીઝલ 1.20 રૂપિયા પ્રતિ લીટર મોંઘું હશે.