દુનિયાની જાણીતી અને અગ્રગણ્ય મોટરસાઈકલ બનાવતી કંપની રોયલ એનફીલ્ડે ક્લાસિક 350નું રેડિટ (Redditch) વેરિઅન્ટ બજારમાં લોન્ચ કર્યું છે. આ નવા વેરિઅન્ટને ત્રણ નવા કલર ઓપ્શનમાં ઉતારવામાં આવી છે જેને રેડિટ રેડ રેડિટ ગ્રીન અને રેડિટ બ્લૂ નામ આપવામાં આવ્યું છે. કંપનીએ જણાવ્યું કે આ બાઈકમાં 50ના દાયકામાં તૈયાર થનારી રોયલ એનફીલ્ડથી પ્રેરિત થઈને કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. તમને જણાવીએ રોયલ એનફીલ્ડ કંપનીની પ્રથમ સ્થાપના યૂકેના રેડિચ શહેરમાં થઈ હતી.
આવી હશે ક્લાસિક 350ના રેડિટ વેરિયન્સની ખાસિયત
આ બાઈકના એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
રોયલ એનફીલ્ડ ક્લાસિક 350 રેડિચ એડિશનમાં 350 સીસી સિંગલ-સિલિન્ડર એર-કૂલ્ડ એન્જિન લાગેલ છે જે 19 બીએચપીનો પાવર અને 28Nmનો ટોર્ક જનરેટ કરે છે.
રોયલ એનફીલ્ડ ક્લાસિક 350 કંપનીની સૌથી વધારે વેચાતી મોટરસાઈકલ છે અને દર મહિને આ બાઈકના સરેરાશ 55 000 યૂનિટ વેચાય છે.
રોયલ એનફીલ્ડ ક્લાસિક 350 રેડિટની કિંમત 1.46 લાખ રૂપિયા (ઓન રોડ-દિલ્હી) રાખવામાં આવી છે.
રોયલ એનફીલ્ડ ક્લાસિક 350 જાણીતા 'J2' મોડલથી પ્રેરિત છે અને આ બાઈકને વર્ષ 2008માં લોન્ચ કરવામાં આવી હતી. રોયલ એનફીલ્ડ ક્લાસિક 350ને ખૂબ પસંદ કરવામાં આવે છે. કંપનીના પ્રમુખ રૂદ્રતેજ સિંહે જણાવ્યું કે કંપનીને આશા છે કે ક્લાસિક 350ને રેડિટ એડિશન પણ લોકોને ખૂબ પસંદ પડશે.