રાજકોટમાં ઇન્કમ ટેસ વિભાગ દ્વારા છેલ્લા થોડા સમયથી અલગ અલગ ગ્રુપ પર તવાઇ બોલાવવામાં આવી રહી છે. ત્યારે આજે રાજકોટના હાઇબોન્ડ સિમેન્ટ ગ્રુપ પર ઇન્કમ ટેસ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરની અલગ અલગ જગ્યાએ ગ્રુપની જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. સિમેન્ટ ફૂડ બાંધકામ જીનિંગ મિલ સહિતના અડધો ડઝન વ્યવસાય સાથે જોડાયેલા હાઇબોન્ડ ગ્રૂપ ઉપર બુધવાર વહેલી સવારે આવક વેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. 24 કલાકથી ઇન્કમ ટેકસ વિભાગ દ્વારા દરોડાની કામગીરી ચાલી રહી છે. મોટી બેનામી મિલકત મળી આવે તેવી શયતાઓ છે. રાજકોટ મોરબી અમદાવાદ ઉપલેટા સહિતના 54 જેટલા સ્થળે આઇટીના અધિકારીઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
સર્ચમાં 18 ઘર 36 ઓફિસ ફેટરીમાં તપાસના પ્રાથમિક અહેવાલ મુજબ કરોડો રૂપિયા રોકડ મળ્યા છે. આ ઉપરાંત જ્વેલરી જમીન મકાનના દસ્તાવેજો અને લોકર્સ મળતા તપાસ શરૂ કરી છે.હાઇબોન્ડ અને વડાલિયા ગ્રૂપ ઉપર સરવે હાથ ધરવા માટે ઇન્વેસ્ટિગેશનના અધિકારીઓએ અમદાવાદ સુરત અને વડોદરાના અધિકારીઓની મદદ લીધી હતી. આઇટી યા દરોડા પાડવા જઇ રહ્યું છે તેની કોઇને શંકા ન જાય તે માટે પહેલા તમામ અધિકારીઓના કાફલાને અમદાવાદ લઇ જવાયા હતા. બાદમાં અચાનક વહેલી સવારે રાજકોટ લવાયા અને હાઇબોન્ડ ગ્રૂપ ઉપર દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.