બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / News for youth waiting for government recruitment, announcement for 1427 vacancies by GPSC
ADVERTISEMENT
રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં ભરતી શરૂ કરી છે. સરકારના વિવિધ વિભાગોની 1427 જગ્યાઓ માટે ભરતી કરાશે. GPSCએ વર્ગ-1, 2, 3ની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. તબીબી અધિકારી, વર્ગ-2 ની 1000 જગ્યાઓ માટે જાહેરાત થઈ છે. વિવિધ વિષયના ટ્યુટર, ગુજરાત તબીબી સેવા માટે પણ જાહેરાત કરાઈ છે. આ સાથે નાયબ સેક્શન અધિકારી, રાજ્ય વેરા નિરીક્ષક, ચીફ કેમીસ્ટ, ખેતી ઇજનેર ભરતી માટે જાહેરાત કરાઈ હતી. સરકારી હોમિયોપેથી કોલેજો ખાતે વિવિધ વિષયના લેક્ચરર માટે પણ GPSC ભરતી કરાશે.
ADVERTISEMENT
વર્ગ- 3ની 19 જગ્યાઓ, રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-3ની 243 જગ્યાઓ, ચીફ કેમીસ્ટ, વર્ગ-1 ની એક જગ્યા, ખેતી ઇજનેર, વર્ગ- 2ની 04 જગ્યાઓ, સરકારી હોમિયોપેથી કોલેજો ખાતે વિવિધ વિષયના લેક્ચરરની કુલ-03 જગ્યાઓ, સરકારી મેડીકલ કોલેજો ખાતે વિવિધ વિષયોના પ્રાધ્યાપકોની કુલ-10 જગ્યાઓ, સહપ્રાધ્યાપકોની કુલ-07 જગ્યાઓ, મદદનીશ પ્રાધ્યાપકોની કુલ-65 જગ્યાઓ, એમ કુલ-1427 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
તો આ સાથે લાંબા સમયથી ગુજરાતમાં પોલીસની ભરતીની રાહ જોતા યુવાનો માટે હવે તક આવી ચૂકી છે. ગુજરાત પોલીસ વિભાગમાં અલગ અલગ જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અને તેના ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર કરી દેવાઈ છે. રાજ્યના પોલીસ બેડામાં ભરતીની જાહેરાત કરાઈ છે.
ADVERTISEMENT

પોલીસબેડામાં 1382 ખાલી જગ્યાઓ માટે ભરતી કરાશે. બિન હથિયારધારી PSIની 202 જગ્યા, બિન હથિયારધારી મહિલા PSIની 98 જગ્યાઓ અને હથિયારધારી PSIની 72, પુરૂષ ઈન્ટેલિજન્ટ ઓફિસરની 18 જગ્યા માટે ભરતી કરાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.