બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / આરોગ્ય / new study reveals streetlights or artificial light increase diabetes risk

ના હોય! / સ્ટ્રીટ લાઇટ્સના કારણે વધી જાય છે ડાયાબિટીસનો ખતરો! ચીનના રિસર્ચે ઉડાવ્યા હોશ

MayurN

Last Updated: 10:59 AM, 21 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં ચીનમાં થયેલા એક અભ્યાસમાં વાત સામે આવી છે. તમારા ઘર અને ઓફિસમાં ચમકતી લાઈટો પણ ડાયાબિટીસ જેવી ખતરનાક બીમારીનું કારણ બની શકે છે.

  • ડાયાબિટીસને લઈને વધુ એક રીસર્ચ આવી સામે
  • કૃત્રિમ પ્રકાશમાં વધુ રહેતા લોકોને જોખમ વધુ
  • કૃત્રિમ પ્રકાશ અને ડાયાબિટીસ વચ્ચે સીધો સંબંધ

અત્યાર સુધી તમે સાંભળ્યું જ હશે કે મેદસ્વિતા, બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને ખાવા-પીવામાં બેદરકારીથી ડાયાબિટીસનું જોખમ વધે છે. જો તમને કહેવામાં આવે કે તમારી આસપાસના વાતાવરણને કારણે ડાયાબિટીસનો ખતરો વધી રહ્યો છે, તો તમારા માટે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે. જોકે આ એકદમ સાચું છે. તમને જાણીને નવાઈ લાગશે કે તમારા ઘર અને ઓફિસમાં ચમકતી લાઈટો પણ ડાયાબિટીસ જેવી ખતરનાક બીમારીનું કારણ બની શકે છે. તાજેતરમાં ચીનમાં થયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. આ અભ્યાસમાં ડાયાબિટીસને લઈને જે બાબતો સામે આવી છે તે ખૂબ જ આશ્ચર્યજનક છે.

નવા સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો
મેડિકલ ન્યૂઝ ટુડેના અહેવાલ મુજબ, તાજેતરના એક સંશોધનમાં, સંશોધકોએ દાવો કર્યો છે કે જે લોકો અન્ય લોકોની તુલનામાં રાત્રે કૃત્રિમ પ્રકાશના વધુ સંપર્કમાં રહે છે તેમના માટે ડાયાબિટીસનું જોખમ 28% વધી જાય છે. સંશોધનમાં બહાર આવ્યું છે કે રાત્રિના સમયે બહારની કૃત્રિમ પ્રકાશ (LAN) અને ડાયાબિટીસ વચ્ચેનો સંબંધ છે. ડાયાબિટીસ સંબંધિત આ સંશોધન શાંઘાઈની જિયાટોંગ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ મેડિસિનના સંશોધકો દ્વારા કરવામાં આવ્યું છે. આ અભ્યાસનું પરિણામ લગભગ 98000 લોકોના ડેટાનું વિશ્લેષણ કરીને તૈયાર કરવામાં આવ્યું છે.

શહેરોમાં રહેતા લોકોમાં વધુ જોખમ
રિસર્ચમાં સામે આવ્યું છે કે સ્ટ્રીટ લાઇટ, પાર્કિંગની લાઇટ, વાહનની હેડલાઇટ, ઘર અને ઓફિસની બહાર વપરાતી લાઇટો રાત્રે પ્રદૂષણમાં વધારો કરે છે. કૃત્રિમ પ્રકાશને કારણે આકાશ ચમકવા લાગે છે.અને પ્રદૂષણનું એક સ્તર બને છે. જેના કારણે આકાશમાં તારાઓ સ્પષ્ટ દેખાતા નથી અને કુદરતી ઈકો સિસ્ટમ બગડી જાય છે. ગામડાં કરતાં શહેરોમાં પ્રકાશનું પ્રદૂષણ વધુ છે અને શહેરી લોકોમાં પણ ડાયાબિટીસનું જોખમ વધારે છે. વિશ્વની લગભગ 80% વસ્તી પ્રકાશ પ્રદૂષણના પડછાયા હેઠળ જીવે છે. અમેરિકા અને યુરોપની લગભગ 99% વસ્તી પ્રકાશ પ્રદૂષણનો શિકાર બની રહી છે, જે અનેક રોગોનું કારણ બની રહી છે.

પ્રકાશ પ્રદૂષણને કારણે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વધુ
આ પહેલા પણ ઘણા અભ્યાસોમાં એ વાત સામે આવી છે કે પ્રકાશ પ્રદૂષણને કારણે આપણા માનસિક સ્વાસ્થ્ય પર ઘણી નકારાત્મક અસર પડે છે. રાત્રે બળતી લાઇટને કારણે મોટી સંખ્યામાં લોકો મૂડ અને એન્ઝાયટી ડિસઓર્ડર, સ્થૂળતા, ઊંઘ ન આવવાની સમસ્યાનો શિકાર બની રહ્યા છે. એટલું જ નહીં, આ લાઈટોને કારણે કેન્સરનો ખતરો પણ વધી રહ્યો છે. એકંદરે, એવું કહી શકાય કે રાત્રે પ્રકાશનો સંપર્ક સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ